વઢવાણ-અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારનાં 7 સભ્યોનાં મોત

by JAYENDRA UPADHYAY
0 comments

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઝમર અને દેદાદરા વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા બે બાળકો સહિત સાત લોકો જીવતા ભૂંજાયા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આ ગોઝારી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા.આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાકીદે ઘટના સ્થળે દોડી જવા રવાના થઇ હતી. ઘટના સ્થળે દોડી આવેલા લોકો દ્વારા ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતની ઘટનાના પગલે લખતર પોલીસ પણ તાકીદે ઘટના સ્થળે દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી છે.

You may also like

Leave a Comment