હિંમતનગર શહેરમાં આજે ભક્તિભાવનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. કડવા પાટીદાર સમુદાયની કુળદેવી ઉમિયા માતાજીનો રથ ભવ્ય સ્વાગત સાથે હાઈવે પરથી પસાર થયો હતો. અરવલ્લી જિલ્લાના બિલવાણીયા ગામથી નીકળેલો પગપાળા સંઘ 61 વર્ષ પૂર્ણ કરીને હવે 62માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ યાત્રામાં મહિલાઓ, વૃદ્ધો, યુવાનો અને બાળકોથી લઈને ધજા લઈ ચાલતા ભક્તો સહભાગી થયા છે. હિંમતનગરથી ઊંઝા સુધી ભક્તિભાવનો સુંદર ભક્તિમય અવસર જોવા મળ્યો હતો. અવિરત 140 કિમીની યાત્રા એ ભક્તિ, સમર્પણ અને એકતાનું પ્રતિક બની છે. ભક્તોએ પાણી, ભોજન અને મેડિકલ જેવી જરૂરી સુવિધાઓ સાથે યાત્રા શરૂ કરી છે. આ રથના સમગ્ર માર્ગ પર ગુજરાતભરના પાટીદારો સેવાભાવી જોડાયા છે.હિંમતનગર – મહેસાણાનો હાઇવે ઉમિયાના નાદથી ગૂંજી ઉઠ્યો છે. જ્યાં ઢોલ – નગારા અને ભક્તિના ગીતો સાથે રથયાત્રા આગળ વધી રહી છે. ડ્રોન દ્રશ્યોમાં રથની સાથે ચાલતા ભક્તોની ભક્તિમાં ઓતપ્રોત ભીની તસવીરો સામે આવી છે. સમગ્ર હાઈવે ભક્તિમય બન્યો છે. એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિની ભક્તિનું જીવંત દર્પણ જોવા મળ્યું.
49
previous post

