ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી ચોમાસાના પ્રારંભે જ 127 મીટરને પાર થઇ ચુકી છે. ડેમ હજી 11 મીટર જેટલો ખાલી છે. મધ્યપ્રદેશમાં 3 ડેમમાંથી પાણી છોડવામાં આવી રહયું છે. આ પાણી સરદાર સરોવરમાં આવી પહોંચતાં નર્મદા ડેમની સપાટી 127 મીટરને પાર કરી ચૂકી છે. મંગળવારે સાંજના સમયે ડેમની સપાટી 127.74 મીટર નોંધાઈ હતી. ડેમની પૂર્ણ સપાટી 138.68 મીટરની છે. ઉપરવાસમાંથી 2,22,059 લાખ કયુસેક પાણી આવી રહયું છે. જેમાંથી આરબીપીએચમાં 41,793 ક્યુસેક અને સીએચપીએચમાં 2527 કયુસેક પાણીનો વપરાશ થઇ રહયો છે. પાણીની આવકની સામે જાવક ઓછી હોવાથી ડેમની સપાટીમાં દર કલાકે 5 સેમીનો વધારો થઈ રહયો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ ને પગલે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર બંને ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. હજુ પણ વરસાદ ચાલુ છે જેથી હજુ 3 લાખ ક્યુસેક પાણી છોડવાની શક્યતાઓ બતાવી બંને ડેમો એલર્ટ મોડ પર મુકાયા છે. ત્યારે નર્મદા ડેમની જળસ પાટી કૂદકેને ભૂસકે વધી રહી છે. સરોવર નર્મદા બંધમાં આવતા નર્મદા ડેમની સપાટી ઝડપથી વધી રહી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલની સપાટી 127.74 મીટર છે એટલે સપાટીથી 11 મીટર દૂર છે. ગત વર્ષે ઓકટોબર મહિનામાં નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટી એ ભરાયો હતો.
24
previous post

