ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલ જયા મોટી સંખ્યામાં ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓ આવે છે. ત્યાં તેઓ સરકાર દ્વારા શરૂ હોસ્ટેલમાં રહે છે. તે જ હોસ્ટેલના પ્રવેશ દ્વાર પર દર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, જેથી ત્યાં રહેતી વિદ્યાર્થિનીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં જ્યારે ચોમાસુ ચાલુ થાય છે વરસાદ પડે છે એટલે તેના મેઇન ગેટ આગળ ઘૂંટણ સમા પાણી ભરાઈ જાય છે. સામાન્ય વરસાદમાં ઊંડા પાણી ભરાઈ જાય છે અને સતત વરસાદમાં આ પાણી ભરાઈ જ રહે છે અને પાણી ઉતરતા 3 થી 4 દિવસ થાય છે. વિદ્યાર્થીનીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં સમરસ પ્રશાસન અને યુનિવર્સિટી પ્રશાસન તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.સમરસ હોસ્ટેલ અને યુનિવર્સિટી બંને તરફથી આરોપ-પ્રત્યારોપણ કરવામાં આવે છે. યુનિવર્સિટીનું એવું કહે છે કે, અમારી પ્રોપર્ટીમાં નથી આવતું જ્યારે સમરસ એવું કહે છે કે, યુનિવર્સિટીનું તમામ પાણી સમરસ બાજુ આવે છે અને યુનિવર્સિટીની ગટરો બેક મારે છે અને ઘૂંટણ સમા પાણી ભરાય છે.અહિયાં પાણી ભરાયેલું રહે છે જેથી ચાલવામાં તકલીફ પડે છે અને આ પાણીમાંથી પસાર થતાં પગમાં ઇન્ફેક્શન થાય છે. દર ચોમાસામાં દરમિયાન આ પાણી ભરાઈ જાય છે અને પાણી બહું ઊંડું હોય છે ત્યાં વચ્ચે ગટરના ઢાંકણા ખુલ્લા છે તો ત્યાં કચરા પેટી મૂઈ દેવાઈ છે. આ માટે બીજા રૂટ તરીકે સમરસ બોયઝ હોસ્ટેલમાંથી જવાનું કહ્યું છે.અહીં એક વર્ષથી અહીં રહું છું પરંતુ ચોમાસામાં અહિયાં આટલું પાણી ભરાય છે. તેમને આ અંગે હોસ્ટેલના મેડમને લેખિતમાં રજૂઆત કરી હતી અને મેડમએ લેટર પણ લખેલ છે. જેમાં આ ગટર લાઇનએ યુનિવર્સિટીના અંદર આવે છે અને યુનિવર્સિટી કોઇ એકશન લેતી નથી. દર ચોમાસામાંની આ સમસ્યા છે પરંતુ ઉનાળામાં જ્યારે આ ગટર ઉભરાય તોપણ પાણી ભરાય છે. બીજા રૂટ તરીકે સમરસ બોયઝ હોસ્ટેલનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે, પરંતુ ત્યાંથી વિદ્યાર્થીનીઓની સુરક્ષાને ઘ્યાને ત્યાંથી જવા દેતા નથી.
29

