ગુજરાત સહિત દેશભરમાં ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ સતત વધી રહી છે. લોકોને ડરાવીને તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરીને તેમની સાથે છેતરપિંડી કરાઈ રહી છે. આવી છેતરપિંડી માટે એકાઉન્ટ ભાડે આપીને કમિશન પેટે રૂપિયા લેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. CID સાયબર ક્રાઈમ દ્વારા સુરતમાંથી એકાઉન્ટ ભાડે આપનારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.વિગતો મુજબ, ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરીને 19.24 કરોડ રૂપિયા પડાવવાના કેસમાં CID સાયબર ક્રાઈમની ટીમ તપાસ કરી રહી હતી. આ ગુના માટે મુરલીધર મેન્યુફેક્ચરિંગ નામથી ઈન્ડસઈન્ડ બેંકમાં રહેલા એકાઉન્ટમાં 1 ફરિયાદીના 1 કરોડ રૂપિયા સીધા આવ્યા હતા. જેથી પોલીસે આ એકાઉન્ટની તપાસ કરતા તે સુરતમાં રહેતા લાલજી બલદાણીયાનું હોવાનું સામે આવ્યું હતું. આથી સીઆઈડી સાયબર ક્રાઈમની ટીમ સુરત પહોંચી હતી.પોલીસની પૂછપરછમાં એકાઉન્ટ ધારક લાલજી બલદાણીયાએ જણાવ્યું હતું કે, તેણે પોતાનું એકાઉન્ટ સાયબર ફ્રોડમાં વાપરવા માટે સાયબર ગઠિયાઓનો સંપર્ક કરીને આપ્યું હતું. સાયબર ફ્રોડ બાદ મળેલા નાણા આ એકાઉન્ટમાં જમા થતા અને તેમાંથી નોઈડાની હોટલમાં રોકાયેલી સાયબર ફ્રોડ કરનારી ટોળકીના એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા. જેના બદલામાં કમિશન આપવામાં આવતું હતું. સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે એકાઉન્ટ ભાડે આપનાર આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
22
previous post

