વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB)એ વાપીના બલીઠા કોળવાડ વિસ્તારમાં ચાલતા એક મોટા ઓનલાઈન જુગાર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 21 આરોપીઓની ધરપકડ કરી છે, અને કુલ ૬.૪૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઓનલાઈન જુગાર કેન્દ્ર ત્રણ માળની બિલ્ડિંગના ત્રીજા માળેથી સંચાલિત થતું હતું, જ્યાં કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ગ્રાહકોને વિવિધ ઓનલાઈન વેબસાઈટ અને એપ્લિકેશન પર જુગાર રમતો રમાડવામાં આવતી હતી. ગુજરાત પોલીસ મહાનિરીક્ષક વીર સિંહ (IPS) અને વલસાડ જિલ્લા પોલીસ અધિકારી ડૉ. કરણરાજ વાઘેલા (IPS)ના માર્ગદર્શન હેઠળ, LCB વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટના નેતૃત્વમાં આ સફળ કામગીરી પાર પાડવામાં આવી છે. આ કેસ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. જે ગુજરાત પોલીસની સાયબર ક્રાઈમ સામેનીની મુહિમમાં એક મહત્વપૂર્ણ સફળતા કહી શકાય.આ ઓનલાઈન જુગાર નેટવર્કના પર્દાફાશ બાદ પોલીસે 21 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં સોયેબ જમીલઅહમદ ખાન ,ઉમર વર્ષ (25), રાશીદ મુસ્તફા આસમહદમ અન્સાર ઉમર વર્ષ (29), સિરાજ સફાત બિસ્મિલ્લાહ અન્સાર ઉમરવર્ષ (24), વિનોદકુમાર રામસંવારી શિવલાલ વર્મા ઉમરવર્ષ (25), ઇસ્તીયાક ઇકબાલ શમીમુલ્લા હુસૈન ઉમરવર્ષ (22), અખલેશ સુભાષ ઇન્દ્ર ચૌહાણ ઉમરવર્ષ (28), મહમદ ઝીશાન ઝુલ્ફિકાર અહમદ ફૌજદાર ખાન ઉમરવર્ષ (23), ઝીશાન એહમદ મસી અહમદ સનાઉલ્લા ખાન ઉમરવર્ષ (22), શકીલ કલીમુલ્લા હામીદ ખાન ઉમરવર્ષ (23), પવનકુમાર સિંઘ ઉમરવર્ષ (30), સંજય સુરેશ જુના ચૌહાણ ઉમરવર્ષ (20), દીપરાજ સિંઘ ઉમરવર્ષ (23), પંકજ લલનપ્રસાદ મૌર્ય ઉમરવર્ષ (25), તૌહીદ ખાન મહમદ નફીસ મકબુલ અહમદ ખાન ઉમરવર્ષ (21), આદિત્ય ધનંજય રામાયણ સિંઘ ઉમરવર્ષ (22), શિવમ ગયા જલેશ્વર સિંઘ ઉમરવર્ષ (25), દિલશાદ મહઉદ્દીન અબ્દુલજલીલ ખાન ઉમરવર્ષ (22), શાકિર હુસૈન બાકુલ્લા રામુલ્લા ખાન ઉમરવર્ષ (23), પરવેઝ સમીઉલ્લા અબ્દુલહમીદ ખાન ઉમરવર્ષ (23), રશીમ અસલમ સમીમ ખાન ઉમરવર્ષ (28) અને ગુનીયાનંદ રામ ખોખાઇ મુખિયા ઉમરવર્ષ(31) નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓની હાલ પૂછપરછ ચાલી રહી છે જેથી આ નેટવર્કના અન્ય સભ્યો અને તેમની કાર્યપ્રણાલી વિશે વધુ માહિતી મળી શકે.પોલીસની કાર્યવાહી છતાં, આ જુગાર નેટવર્કના મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર છે. પોલીસે ત્રણ વોન્ટેડ આરોપીઓની ઓળખ કરી છે. ધીરલ અશોકભાઇ પટેલ, અશોકભાઇ નરુભાઇ પટેલ અને અભિષેક યાદવ. પોલીસના જણાવ્યા અનુસાર, આ ત્રણેય વ્યક્તિઓ આ જુગાર કેન્દ્રના મુખ્ય સંચાલકો હતા. તેઓ જુગાર રમાડતા લોકોને માસિક પગાર આપતા હતા અને તેમને રહેવા – જમવાની સુવિધા પણ પૂરી પાડતા હતા. જે દર્શાવે છે કે આ એક સુનિયોજિત અને વ્યવસ્થિત નેટવર્ક હતું. પોલીસ હવે આ ત્રણેય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે. ટૂંક સમયમાં તેમને પકડી પાડવામાં આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે. તેમની ધરપકડથી આ નેટવર્કના મૂળ સુધી પહોંચવામાં પોલીસને વધુ મદદ મળશે.પોલીસે આ ઓનલાઈન જુગાર કેન્દ્ર પર દરોડો પાડીને મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો છે, જે આ રેકેટના વ્યાપક કદનો પુરાવો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં જુગાર રમત માટે વપરાતા 24 નંગ કોમ્પ્યુટર અને લેપટોપ (કિંમત 2.47 લાખ રૂપિયા), વોટ્સએપ અને નેટબેન્કિંગ માટે ઉપયોગમાં લેવાતા 78 નંગ મોબાઈલ ફોન (કિંમત 3.21 લાખ રૂપિયા), વિવિધ બેન્કના 67 નંગ એટીએમ કાર્ડ, વિવિધ બેન્કની 49 નંગ પાસબુક, 19 નંગ ડાયરીઓ (કિંમત 9.500 રૂપિયા), 1 નંગ ડીવીઆર ( કિંમત 5,000 રૂપિયા), 4 નંગ સીસીટીવી કેમેરા (કિંમત 2,000 રૂપિયા), 2 નંગ સ્માર્ટ ટીવી (કિંમત 50,000 રૂપિયા) અને 7 નંગ વાઇફાઇ રાઉટર (કિંમત 7,000 રૂપિયા)નો સમાવેશ થાય છે. આ તમામ સાધનોનો ઉપયોગ ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ ચલાવવા અને નાણાકીય વ્યવહારો કરવા માટે કરવામાં આવતો હતો.
131

