મધરાત્રે સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં સ્થિત વૈષ્ણોદેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. બી બિલ્ડીંગના ત્રીજા માળે આવેલા 302 નંબરના ફ્લેટમાં રાત્રે 3:26 કલાકે કિચનમાં અચાનક આગ લાગી હતી.જહાંગીરાબાદ વિસ્તારમાં સ્થિત વૈષ્ણોદેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટના 302 નંબરના ફ્લેટમાં રહેતા 48 વર્ષીય વિનોદભાઈ પટેલ, તેમની પત્ની માયાબેન (47) અને બે પુત્રો નંદન (26) અને કશ્યપ (22) આગના કારણે ઘરની બહાર નીકળી શક્યા નહોતા. આગ બહાર નીકળવાના રસ્તા સુધી પ્રસરી ગઈ હોવાથી પરિવારના ચારેય સભ્યો ગેલેરીમાં ફસાઈ ગયા હતા.ફાયર કંટ્રોલ રૂમને જાણ થતાં મોરાભાગળ, પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અડાજણ ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે 35 ફૂટના લેડરની મદદથી ગેલેરીમાં ફસાયેલા ચારેય સભ્યોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા. ધુમાડાની અસરના કારણે તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.ફાયર બ્રિગેડે લગભગ દોઢ કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. પરિવારના ચારેય સભ્યોને 108 બોલાવીને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી. પરિવાર ખૂબ જ ગભરાઈ ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગમાં રસોડાનો તમામ સામાન અને હોલમાં રહેલા તમામ ફર્નિચર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.આ મામલે ફાયર ઓફિસર ધવલ મોહિતે જણાવ્યું હતું કે, આગ રસોડામાંથી લાગી હતી, જેથી ફ્લેટના આગળની સાઇડથી પ્રવેશ કરી શકાય તેવી કોઈ પણ પ્રકારની શક્યતા ન હતી. જેથી પાછળની સાઈડથી બાજુમાંથી પરિવારનું રેસ્ક્યુ કરીને આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ફ્રિજમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શક્યતા છે.
26
previous post

