અમદાવાદ પોલીસ કમિશનરની ક્રાઇમને લઈને પ્રેસ કોન્ફરન્સ

by JAYENDRA UPADHYAY
0 comments

પોલીસ કમિશનર કચેરી ખાતે જી.એસ. મલિકની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ શહેરના તમામ PI અને સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતાં. આ પ્રેસ કોન્ફરન્સમાં શહેરમાં બનતા ગુનાઓ, પોલીસની કામગીરી અને CCTV કેમેરા લગાવવાના પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી.અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, “ગત વર્ષે મે-2024માં પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં લોકોને પ્રોત્સાહિત કરી CCTV કેમેરાનું મહત્ત્વ સમજાવી શહેરમાં વધુમાં વધુ કેમેરા લાગે તેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતાં. જે બાદ હાલ જૂન 2025 સુધી શહેરમાં કુલ 22774 કેમેરા લાગ્યા છે. જેના કારણે પોલીસ શહેરમાં બનતા ગુનાઓને ડિટેક્ટ કરવામાં વધુ સક્ષમ બની છે.”CCTV કેમેરા પ્રોજેક્ટ-2 હેઠળ માર્ચ 2025થી અમદાવાદ શહેરમાં લાગેલા કેમેરાઓની ફીડ પોલીસ સ્ટેશન તથા કંટ્રોલ રૂમમાં મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં લોકભાગીદારીથી હાલ કુલ 3088 કેમેરાની ફીડ પોલીસ સ્ટેશનમાં અને 2963 કેમેરાની ફીડ કંટ્રોલ રૂમમાં મળી રહી છે.CCTV કેમેરા લગાવવાથી શહેરમાં બનતા લૂંટ, ધાડ, ચોરી જેવા ગુનાના ડિટેક્ટશનમાં વધારો થયો છે. વર્ષ 2024માં જાન્યુઆરીથી જૂન સુધી ધાડના કુલ 9 ગુના બન્યા હતાં જે 100 ટકા ડિટેક્ટ થયાં હતાં. જયારે આ વર્ષે ધાડના ગુનાની સંખ્યા 3 છે અને પોલીસ ત્રણેય ગુનામાં આરોપીને ડિટેક્ટ કરવામાં સક્ષમ રહી છે. ગત વર્ષે લૂંટના કુલ 55 ગુના બન્યા હતાં જયારે આ વર્ષે તેની સંખ્યા 36 છે. જેમા ડિટેકશનની સંખ્યા જોવા જઈએ તો તેની ટકાવારી ગયા વર્ષની સંખ્યામાં 87% થી વધીને 100% રહી છે. અમદાવાદમાં ઘરફોડના ગુનાની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ ઘટાડો થયો છે. જે ગયા વર્ષે 170થી ઘટીને 162 થઈ છે. ચોરીના ગુનામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ગયા વર્ષે જાન્યુઆરીથી જૂન દરમિયાન 1947 ગુના બન્યા હતાં જે આ વર્ષે ઘટીને 1763 થયાં છે.આ સિવાય પોલીસ કમિશનર જી. એસ. માલિક દ્વારા રથયાત્રા અને એર ક્રેશ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ પ્રશંસા કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં ડિમોલીશન, પાસા અને ડ્રગ્સ સંબંધિત ગુનાને લગતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

You may also like

Leave a Comment