પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર ખાતે “વંદે સોમનાથ” કાર્યક્રમનો પ્રારંભ થયો

by JAYENDRA UPADHYAY
0 comments

શ્રાવણ માસને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે શ્રાવણ માસમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ શ્રાવણ માસમાં સોમનાથ ટ્રસ્ટે ભારત સરકારના ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ અને ગુજરાત ટુરિઝમ સાથે મળીને ‘વંદે સોમનાથ’ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો અને શિવજીના ચરણોમાં કલારૂપી પુષ્પ અર્પણ કરવાનો છે.આ કાર્યક્રમ શ્રાવણ માસના દર સોમવારે 14 જુલાઈથી 18 ઓગસ્ટ સુધી યોજાશે.કાર્યક્રમમાં રાષ્ટ્રભરના ખ્યાતનામ કલાકારો ભારતીય પરંપરાગત નૃત્ય કલાની પ્રસ્તુતિ આપશે. આ આયોજન સોમનાથ મંદિરના ત્રણ અલગ-અલગ સ્થળોએ થશે. દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને ભારતીય નૃત્યકળાના વિવિધ સ્વરૂપોથી પરિચિત કરાવવામાં આવશે.ઇન્દિરા રાષ્ટ્રીય કલા કેન્દ્રના ક્ષેત્રીય નિર્દેશિકા અરૂપાલા લાયરી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, શ્રાવણ માસ 2025માં આ કાર્યક્રમ ભારતના આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને વિશ્વ સમક્ષ રજૂ કરવાનું માધ્યમ બનશે.

You may also like

Leave a Comment