મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુરન ગામની ગ્રામસભામાં લીધો ભાગ, કચ્છના વિકાસને વડાપ્રધાનના વિઝન તરીકે ગણાવ્યું

by chanchal bhuj bhuj
0 comments

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુરન ગામની ગ્રામસભામાં લીધો ભાગ, કચ્છના વિકાસને વડાપ્રધાનના વિઝન તરીકે ગણાવ્યું
કુરન, કચ્છ | 29 જૂન 2025
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર કુરન ગામમાં આયોજિત ગ્રામસભામાં ઉપસ્થિત રહીને ગ્રામજન સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે તેમણે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કના નિર્માણથી કચ્છના વિકાસમાં આવેલા બદલાવને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણનું પરિણામ ગણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “એક સમયે જ્યાં કોઈ ભાગ્યે જ આવીને ગામની મુલાકાત લેતા, આજે એ કુરન દેશભરના લોકોને રોજગારી આપતું કેન્દ્ર બન્યું છે. કચ્છ હવે વિકાસનો પર્યાય બની ગયો છે.”

ગ્રામસભામાં મુખ્યમંત્રીએ ગ્રામ્યજીવનને ભારતની આસલી શક્તિ ગણાવી અને ગામમાં ભાઈચારો, એકતા અને સહકારની ભાવનાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે રણોત્સવ અને રિન્યુએબલ એનર્જી પાર્ક જેવી પહેલો ગ્રામ્ય વિસ્તારોમાં પરિવર્તન લાવવાના શ્રેષ્ઠ ઉદાહરણ છે.

મુખ્યમંત્રીએ સરકારી અધિકારીઓને સૂચના આપી કે છેવાડાના ગામોનો સર્વે કરીને તેમના વિકાસ માટે જરૂરી માંગણીઓ અને પિયત પાણીના સંગ્રહ સહિતના પ્રશ્નોની યોગ્ય રજૂઆત કરી યોગ્ય પગલાં લેવાશે તેની ખાતરી આપી.

ગ્રામજનોએ પણ ગ્રામસભામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રોજગારી તથા ગ્રામવિકાસ અંગે પોતાનાં અનુભવો શેર કર્યા.

You may also like

Leave a Comment