કચ્છમાં નાગરિકોને ઘરની અંદર રહેવાની સલાહ, એડવાઇઝરી બહાર પાડવામાં આવી

by JAYENDRA UPADHYAY
0 comments

કચ્છમાં પાકિસ્તાન સામે વધતા તણાવ વચ્ચે લોકોને ઘરની અંદર જ રહેવાની સલાહ આપવામાં આવી છે અને કોઇ પણ અફવા પર ધ્યાન ના આપવા જણાવવામાં આવ્યું છે.કચ્છમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડવાઇઝરી બહાર પાડતા કહેવામાં આવ્યું કે, “તમામ નાગરિકો ઘરની અંદર સુરક્ષિત રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને કોઇ પણ અફવા પર ધ્યાન આપવું નહીં. ગભરાશો નહીં.”

ખાસ કરીને જીલ્લા કલેક્ટરના ટ્વીટર હેન્ડલ પર સુચના આપવામાં આવેલ છે કે સમગ્ર દિવસ દરમ્યાન કચ્છ જિલ્લાના તમામ નાગરીકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવવામાં આવે છે. નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે.રાત્રી દરમ્યાન પણ આપણે સૌ સ્વયંભૂ Blackoutનું સંપુર્ણપણે પાલન કરીએ. ગભરાવાની જરૂર નથી.વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરીએ.કચ્છમાં સતત પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારમાં ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, પાકિસ્તાનના આ પ્રયાસને આપણી સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ બનાવી રહી છે.

You may also like

Leave a Comment