વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી વચ્ચે સરહદી તણાવ અંગે ટેલિફોનિક સંવાદ

by JAYENDRA UPADHYAY
0 comments

અમદાવાદ

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ આજે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે ટેલિફોનિક સંવાદ સાધીને ગુજરાતની સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિ અંગે વિગતો મેળવી. વડાપ્રધાનશ્રીએ ગુજરાતના સરહદી રાજ્ય તરીકે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા આગોતરા અને વ્યૂહાત્મક આયોજન અંગે વિગતો મેળવી અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું.

વડાપ્રધાનશ્રીએ ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ તથા જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા તથા સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવેલા વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને માહિતી આપી કે રાજ્ય સરકાર સમગ્ર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ સાથે નજીકથી સંકલન ધરાવે છે અને સંભવિત સંજોગોમાં નાગરિકોની રક્ષણાત્મક વ્યવસ્થાઓ, હેલ્થ ઈમર્જન્સી સપોર્ટ તથા રાહત કામગીરી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

વડાપ્રધાનશ્રીએ રાજ્ય સરકારના પ્રયાસોને સરાહ્યા  જરૂરી સૂચનાઓ આપી. કેન્દ્ર સરકાર રાજ્ય સાથે સતત સંપર્કમાં રહેશે અને જરૂરી સહાય આપવા તૈયાર છે એવી ખાતરી પણ વડાપ્રધાનશ્રીએ આપેલી.

You may also like

Leave a Comment