કચ્છમાં ધોરણ 10નું પરિણામ 86.40%: 118 શાળાઓએ મેળવ્યું 100% પરિણામ

by JAYENDRA UPADHYAY
0 comments

કચ્છ જિલ્લાના ધોરણ 10 બોર્ડના પરિણામમાં આ વર્ષે નોંધપાત્ર સુધારો થયો છે. કુલ પરિણામ 86.40% નોંધાયું છે, જે ગયા વર્ષેના 85.31% કરતાં 1.09 ટકાનો વધારો દર્શાવે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

ગ્રેડવાઈઝ પરિણામ મુજબ:

એવન (A1) ગ્રેડ: 563 વિદ્યાર્થી

એ-ટૂ (A2) ગ્રેડ: 2,198 વિદ્યાર્થી

બી-વન (B1) ગ્રેડ: 3,516 વિદ્યાર્થી

શાળાઓમાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના સારા પરિણામોની ખુશી છવાઈ ગઈ હતી. ઘણા વિદ્યાર્થીઓએ સ્કૂલમાં આવીને શીક્ષકોને પોંખી પુષ્પ આપી અભિનંદન આપ્યાં. કોઈએ મીઠાઈ વહેંચી તો કોઈએ સેલ્ફી લઈ ખુશીના પળો ઉજવ્યા.
કચ્છની 118 શાળાઓએ શતપ્રતિશત પરિણામ મેળવ્યું છે, જ્યારે માત્ર બે શાળાઓમાં પરિણામ 30%થી ઓછું રહ્યું છે. આ સિદ્ધિ શિક્ષણના ગુણવત્તા સુધારાને દર્શાવે છે.
શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને વાલીઓના સહકારથી કચ્છ સતત શૈક્ષણિક પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે.”

You may also like

Leave a Comment