કચ્છ જિલ્લામાં ધો.12 સામાન્ય પ્રવાહમાં જમાવટવાળુ પરીણામ: કુલ પરિણામ 95.05%

by JAYENDRA UPADHYAY
0 comments

રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનું કુલ પરિણામ 93.07% રહ્યો છે, જ્યારે કચ્છ જિલ્લાએ 95.05%ના ઉત્તમ પરિણામ સાથે  સરેરાશ કરતાં વધુ સફળતા દર્શાવી છે.
કચ્છ જિલ્લામાં કુલ 10,245 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે હાજર રહ્યા હતા.

વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ: 150

A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ: 1345

વિસ્તારવાર પરિણામની વિગત:

નલિયા: 96.86%

કેરા: 98.87%

મુન્દ્રા: 95.94%

નખત્રાણા: 95.05%

ભચાઉ: 95.93%

અંજાર: 94.29%

રાપર: 93.72%

આદિપુર: 93.52%

પાનદરો: 93.53%

ગાંધીધામ: 93.83%

ભુજ: 96.34%

માંડવી: 96.63%

ખાવડા: 52.56%

જિલ્લામાંના મોટાભાગના કેન્દ્રોએ 93%થી વધુ પરિણામ હાંસલ કરી શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. ખાસ કરીને કેરા (98.87%) અને માંડવી (96.63%) એ ઉચ્ચ શ્રેણીનું પરિણામ આપ્યું છે.
આ ઉત્કૃષ્ટ પરિણામ શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીઓની લાગણીશીલ તૈયારીથી કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે સતત સકારાત્મક પ્રગતિ થઇ રહી છે.

You may also like

Leave a Comment