લાકડીયા પોલીસે અલગ – અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કર્યો

by JAYENDRA UPADHYAY
0 comments

રાજય ના .ડી.જી.પી.સાહેબ તથા મહે.પોલીસ મહાનિરિક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ ભુજ તથા મે. પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા લાકડીયા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનાઓ કામે કબ્જે કરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ ક૨વા સુચના કરેલ.
લાકડીયા પોલીસ સ્ટેશનમાં વર્ષ-૨૦૨૪-૨૦૨૫ ના સમયગાળા દ૨મ્યાન પ્રોહીબીશનના કુલ-૧૦ ગુનાઓમાં વિદેશી દારૂ કબ્જે કરવામાં આવેલ જે કબ્જે કરેલ વિદેશી દારૂનો નાશ ક૨વા માટે નામદાર કોર્ટનો હુકમ મેળવી આજરોજ લાકડીયા વિસ્તારની સરકારી જગ્યા ઉપર જે.આર.ગોહેલ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ભચાઉ તથા સાંગર સાંબડા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ તથા પોલીસ ઈન્સપેકટર જે.એમ.જાડેજા તથા નશાબંધી અને આબકારી અંજાર વિભાગના ઈન્સ્પેક્ટર ડી.આર.ધોબી ની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં નીચે મુજબનો વિદેશી દારૂનો નાશ ક૨વામાં આવેલ.
વિદેશી દારૂની બોટલો નંગ
૫૪૫૮-
બીયર ટીન નંગ
૧૪૧
૩૮૮ –
ક્વાટરીયા નંગ
૧૫,૧૮૦/-
કુલ મુદામાલ:- ૫૮૮૭
३ 31,88,545/-

You may also like

Leave a Comment