પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘુસણખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરતી પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ

મહે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય સાહેબ ગાંધીનગર નાઓ તરફથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘુસણખોરો શોધી તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચનાઓ આપવામાં આવેલ જેથી પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લામાં આવેલ સ્પા,લાકડાના બેન્સા,ફેક્ટરી,કારખાના, હોટલ,ધાબા વિગેરે જગ્યાએ ચેકીંગ હાથ ધરવા પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા સ્પેશીયલ ડ્રાઈવનુ આયોજન કરી અત્રેના જીલ્લામાં ગેર કાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરીકો ને શોધવા એલ.સી.બી/એસ.ઓ.જી તથા જીલ્લાના પો.સ્ટે ની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ જેમા મેઘપર બોરીચી વિસ્તારમાં સંતકૃપા સોસાયટીમાં બ્લેક બુધ્ધા સ્પા તથા બ્લેક રોઝ સ્પા ગાંધીધામ ખાતેથી ભારત દેશના બનાવટી આધારકાર્ડ તથા ચુંટણીકાર્ડ સાથે બાગ્લાદેશી ઘુસણખોર નાગરીકો ને શોધી ડાઢી તેઓને પરત બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી ચાલુમાં છે. પકડાયેલ બાંગ્લાદેશી નાગરીકોના નામ -(૧)સર્મિન ડો/ઓ રફીક શેખ ઉ.વ-૨૮ તથા એક બાળક હાલે રહે. ન્યુ બ્લેક બુધ્ધા સ્પા,મેઘપર બોરીચી તા.અંજાર મુળ રહે. પેરોલી થાણા નોરેલ, જીલ્લો-જસોર, બાંગ્લાદેશ(૨) લીમા ડો/ઓ રફીક શેખ ઉ.વ-૨૪ હાલે રહે. ન્યુ બ્લેક બુધ્ધા સ્પા,મેઘપર બોરીચી તા.અંજાર મુળ રહે. પેરોલી થાણા નોરેલ,જીલ્લો-જસોર બાંગ્લાદેશ (તેની પાસેથી મળી આવેલ ડુપ્લીકેટ નામ વાળુ ભારતદેશનું આધારકાર્ડ)(3) પરવીના ડો/ઓ અબ્દુલા શેખ ઉ.વ-30 હાલે ૨હે. ન્યુ બ્લેક બુધ્ધા સ્પા,મેઘપર બોરીચી તા.અંજાર મુળ રહે. માટી કુમરા, થણા જીગરડાસા,જીલ્લો-જસોર બાંગ્લાદેશ (તેની પાસેથી મળી આવેલ ડુપ્લીકેટ નામ વાળુ ભારતદેશનું આધારકાર્ડ)(૪) આસ્મા ડો/ઓ રઝાક ગાંજી ઉ.વ-૨૭ હાલે ૨હે. ન્યુ બ્લેક બુધ્ધા સ્પા,મેઘપર બોરીચી તા.અંજાર મુળ રહે. કાદપુર,થાણા કોલારૂવા જીલ્લો.સાનસીરા બાંગ્લાદેશ (તેની પાસેથી મળી આવેલ ડુપ્લીકેટ નામ વાળુ ભારતદેશનું ચુંટણીકાર્ડ )(૫) સબિના બેગમ ડો/ઓ ઝહરઅલી ઉ.વ. ૨૯ ૨હે. બ્લેક રોઝ રીલેક્ષ સ્પા, મેઘપર બોરીચી અંજાર મુળ રહે. રામપુર ચટીલા પોસ્ટ-ચટીલા ગોપાલપુર જી.તાંગેલ બાંગ્લાદેશ (તેની પાસેથી મળી આવેલ ડુપ્લીકેટ નામ વાળુ ભારતદેશનું આધારકાર્ડ તથા બાંગ્લાદેશ સરકાર રાષ્ટ્રીય આઈ.ડી.કાર્ડ નંબર ૩૨૭૬૦૭૪૪૦૨)(૬) જહાનારા ઉર્ફે જાત વા/ઓ સલીમ શેખ ઉ.વ. ૩૫ રહે. બ્લેક રોઝ રીલેક્ષ સ્પા. મેઘપર બોરીચી અંજાર મુળ રહે. ગામ અખૌરા,દુર્ગાપુરા થાના,પોસ્ટ-અખૌરા જી.બ્રહ્મન બારીયા,ચતૌગ્રામ બાંગ્લાદેશ (તેની પાસેથી મળી આવેલ ડુપ્લીકેટ નામ વાળુ ભારતદેશનું આધારકાર્ડ તથા પાનકાર્ડ) આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.પી.ચૌધરી અંજાર વિભાગ અંજાર તથા લોકલ કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા અંજાર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહિલ તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ તથા અંજાર પોલીસ સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

About JAYENDRA UPADHYAY

Check Also

કચ્છ પહોંચેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે સ્મૃતિવન મ્યુઝિયમની મુલાકાત લીધી, 2001ના ધરતીકંપને અનુભવ્યો

કચ્છ: કાશ્મીરના પહેલગામ હુમલા બાદ ભારતીય વાયુસેના અને આર્મીના જવાનોની જવાબી કાર્યવાહી અને સામસામા આક્રમણ સહિતનો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?