અમદાવાદ
હવામાન વિભાગે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં આકરી ગરમીની આગાહી કરી છે. હાલ રાજ્યમાં 40થી 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ રહ્યું છે. ત્રણ-ચાર દિવસ બાદ તેમાં પણ વધારો થવાની સંભાવના છે. છેલ્લા ચાર દિવસથી રાજકોટ રાજ્યમાં સૌથી ગરમ શહેર બન્યું છે. આજે પણ રાજકોટ અને અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. બુધવારે રાજ્યમાં 10 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. બુધવારે સતત ચોથા દિવસે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજકોટમાં ગરમીનો પારો 43.5 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યનાં 10 શહેરોનું તાપમાન આજે 40 ડિગ્રીને પાર થઈ ગયુ હતું. યાત્રાધામ અંબાજીમાં હાલ આકરી ગરમી પડી રહી છે. જો કે, શ્રદ્ધાળુઓ ગરમીની વચ્ચે પણ દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા અહીં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને ગરમીમાં રાહત મળે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર સંકુલમાં પાણી,છાસ,વોટર-ઍરકૂલર,મંડપ અને વોટર સ્પ્રિનકલ ફુવારા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
36
previous post

