ગાંધીનગરમાં આજે મોટી સંખ્યામાં વ્યાયામના શિક્ષકો એકઠા થયા હતા. જેમાં તેઓ કાયમી ભરતીની કરવાની માંગ સાથે એકઠા થયા અને કરાર આધારિત ભરતીનો તેમણે વિરોધ કર્યો હતો. શિક્ષકોએ એવું કહ્યું હતું કે જ્યાં સુધી તેમની કાયમી ભરતી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ તેમનું વિરોધ પ્રદર્શન યથાવત રાખશે.ઉલ્લેખનિય છે કે આજે શિક્ષકોના દેખાડાનો બીજો દિવસ છે. ત્યારે સત્યાગ્રહ છાવણીમાં પોલીસે દેખાવ કરી રહેલા ઉમેદવારોની અટકાયત કરી હતી. આજે ગાંધીનગરમાં પીટી શિક્ષકના ઉમેદવારોએ સરકાર સામે દેખાવો કર્યા હતા. જેમાં સતત બીજા દિવસે ઉમેદવારોએ દેખાવા કર્યા હોવા છતા તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી ન હતી.
