Breaking News

સસ્તા સોનાની લાલચ આપી લોકો સાથે છેતરપીંડી આચરતા ચીટર ગેંગના છે આરોપીઓને પકડી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર્ર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા એમ.જે.ક્રિચ્યન સાહેબ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ-ભુજ નાઓએ મિલકત સબંધી ગુનાઓના નાસ્તા-ફરતા આરોપીને પકડવા ખાસ સુચના આપેલ,

જે અન્વધે ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. પાર્ટ એ ગુરુ.નં.-૦૯૬૬/૨૦૨૩ આઈ.પી.સી. કલમ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબનો ગુન્હો તા.૨૪/૧૧/૨૦૨૩ ના રોજ રજીસ્ટર થયેલ અને સદર ગુના કામે ના આરોપી (૧) આસીફ ઉમર લંગા ઉ.વ.૨૧ હે-અમનનગર ચોકડી ખારી નદી રોડ તાયબા ટાઉનશીપ સામે ભુજ (૨) આસીફ અબ્દુલ સોઢા ઉ.વ.૨૬ રહે-ઓસ્માનીયા મસ્જીદની પાછળ રહીમનગર ભુજ (૩) ફૈઝલ કાસમ લંગા ઉ.વ.૨૯ રહે- હાલ બંગલાવાડી પવનચક્કી રોડ જામનગર મુળ રહે-અમન નગર ભુજવાળાઓ ઉપરોકત ગુના કામે નાસતા ફરતા હોઈ જે આરોપીઓને પકડવા સારૂ પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.એસ.ત્રિવેદી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોકત ગુના કામેના નાસતા ફરતા આરોપીઓને ભુજ મળે રહીમનગર ચોકડી પાસેથી પકડી પાડેલ છે..

>>પકડાયેલ આરોપી:-

(૧) આસીફ ઉમર લંગા ઉ.વ.૨૧ હે-અમનનગર ચોકડી ખારી નદી રોડ તાપબા ટાઉનશીપ સામે ભુજ

(૨) આસીફ અબ્દુલ સોઢા ઉ.વ.૨૬ રહે-ઓરમાનીયા મસ્જીદની પાછળ રહીમનગર ભુજ

(૩) ફૈઝલ કાસમ લંગા ઉ.વ.૨૯ રહે- હાલ બંગલાવાડી પવનચક્કી રોડ જામનગર મુળ રહે- અમને નગર

– આરોપીની ગુન્હાહિત ઇતિહાસ –

ઉપરોકત આરોપીનં (૧) આસીફ ઉમર લંગા ઉ.૧.૨૧ હે-અમનનગર ગોકડી ખારી નદી રોડ તાયખા ટાઉનશીપ સામે ભુજ વાળા વિરૂધ્ધમાં આહવા ડાંગ ખાતે એ.પાર્ટ યુર.નં-૩૨૭/૨૦૨૪ આઇ.પી.સી. કલમ-૪૨૦,૫૦૬(૨) મુજબનો મુંના નોધાયેલ છે.

આરોપી નં-(૩) ફૈઝલ કાસમ લંગા ઉ.વ.૨૯ રહે- હાલ બંગલાવાડી પવનચક્કી રોડ જામનગર મુળ રસંહે-અમન નગર ભુજવાળા વિરૂધ્ધમા ભાણવડ -દેવભુમિદ્વારકા ખાતે એ.પાર્ટ ગુ.ર.નં-૦૪૨૫/૨૦૨૩ આઇ.પી.સી.કલમ-૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૩ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુનો નોંધાયેલ છે.

આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ-

ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.એસ. ત્રિવેદી સાહેબનાઓ તથા તેઓના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ. ભરતજી એચ. ઠાકોર તથા પો.હેડ.કોન્સ યુવરાજસિંહ ડી. જોડેજા તથા પો.હેડ.કૉન્સ.રાજુભા એસ.જાડેજા તથા પો.કોન્સ લોખાભાઇ એન.બાંભવા તથા પો.કોન્સ દશરથભાઇ એચ.ચૌધરી તથા પો.કોન્સ કૈલાશભાઇ.કે.ચૌધરી તથા પો.કોન્સ.જય જે.ત્રિવેદી તથા યુ.પો.કોન્સ ઉર્વશીબેન રાજગોર નાઓ જોડાયેલા હતા.

જાહેર જનતા જોગ ચેતાવણી :-

કચ્છ-ભુજના અમુક ગીટરો ગુજરાત રાજયમાં તથા દેશના અલગ અલગ રાજયોમા સોશીયલ મિડીયાનો સહારો લઈ સસ્ત સોન આપવાની લાલચ આપી ભોળાભાળા માણસો સાથે છતરપીંડી કરી તેઓની જિંદ્ગીભરની મહામહેનતે કરેલ કમાણીના લાખો રૂપિયા પડાવી લે છે નો આવી સોશીયલ મિડિયા પરની ભ્રામક (લોભામણી) જાહેરાતોથી પ્રભાવિત થઈ આવા લે-ભાગુ તત્વો પર વિશ્વાસ ન કરવા ભુજ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન પશ્વિમ-કચ્છ-ભુજ પોલીસ વતી નમ્ર અપીલ છે.

About JAYENDRA UPADHYAY

Check Also

માંડવીના પેટ્રોલપંપમાંથી 71 લાખની ઉચાપત કરી ગયેલા આરોપીને મુંબઇ જઇને એલસીબીએ દબોચ્યો

“શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપ, માંડવી માંથી ૭૧,૯૩,૫૩૫/- ની ઉચાપત કરી નાશી ગયેલ આરોપીને મુંબઇ(મહારાષ્ટ) ખાતેથી લોકલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?