સ્પાઇસ જેટ એરલાઇન્સના એક્સ એકાઉન્ટમાં મુંબઈ – કંડલા ફ્લાઈટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કંડલા એરપોર્ટ ખાતે તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે બપોરે ત્રણ વાગ્યા સુધી તપાસ બાદ કઇ પણ શંકાસ્પદ ન જણાતા ફ્લાઇટને મુંબઇ જવા માટે રવાના કરવામાં આવેલ છે.મુંબઇ કંડલા સહિત વધુ 85 ફલાઈટ્સને આવી ધમકીઓ મળી હતી. આ સાથે છેલ્લા દસ દિવસમાં આ પ્રકારે 250થી વધુ ફલાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતાં દેશભરમાં વિમાની સેવાઓ પર માઠી અસર પડી રહી છે.એરલાઈન્સ કંપનીઓ ને મળી રહેલી બૉમ્બની ધમકીના પગલે વિમાનનાં ઈમરજન્સી લેન્ડિંગ અને ઉતરાણ પછી આઈસોલેટ કરી ચેકિંગને લીધે વિમાની પ્રવાસીઓના કલાકો વેડફાઈ રહ્યા છે અને સમગ્ર સિવિલ એવિયેશન સેક્ટરને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ફલાઈટમાં બોમ્બના ખોટા કોલ કરવાને કોગ્નિઝેબલ ઓફેન્સમાં સમાવાશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત આવા ખોટા કોલ કરનારને નો ફલાય લિસ્ટમાં મૂકવાની પણ વિચારણા હાથ ધરવામાં આવી છે.બપોરે 3.21 મીનીટે કંડલાથી ફ્લાઇટને પરત મુંબઇ જવા રવાના કરવામાં આવેલ છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …