ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં દિવસેને દિવસે ડ્રગ્સ ઝડપવાની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારે ડ્રગ્સ પેડલર સામે આક્રમક કર્યવાહી કરી છે. ત્યારે ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમે સયુક્ત ઓપરેશન હાથ ધરીને 1814 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.આ માહિતી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે. નોંધનીય છે કે ગુજરાત ATS અને દિલ્લી NCBની ટીમે ભોપાલમાં ફેક્ટરીમાં એમ.ડી.ડ્રગ બનાવતી ફેક્ટરી ઉપર રેડ પાડતા ડ્રગ્સ અને અન્ય સામગ્રી ઝડપી પાડવામાં આવી છે. હર્ષ સંઘવીએ એજન્સીઓને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતમાં અગાઉ પણ ડ્રગ્સ ઝડપાયું છે.અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ પોલીસે સંતરામપુરની વાકાનાડા ચોકી પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક વ્હાઈટ સ્વીફ્ટ કાર પૂર ઝડપે જઈ રહી હતી જેનો પોલીસે પીછો કર્યો હતો અને ગાડીને રોકી હતી અને તે લોકોની પુછપરછ કરતાં અને ગાડીમાં શોધખોળ કરતા પાવડરના પેકેટ મળી આવ્યા હતા. પાવડરના પેકેટનું FSLએ ચેકિંગ કરતા 44.630 ગ્રામનું ડ્રગ્સ ઝડપાયું હતું.
Check Also
ભાવનગરમાં દિવાળીની રાત બની લોહિયાળઃ ફટાકડાં ફોડવા બાબતે બબાલ, ત્રણ લોકોની હત્યા
દેશભરમાં જ્યારે દિવાળીની ઉજવણી થઈ રહી હતી, ત્યારે ભાવનગરમાં ચકચારી મચાવી દેનારી ઘટનાઓ સામે આવી …