મીઠીરોહરમાંથી બોગસ તબીબ ઝડપાયો

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં લોકોના હેલ્થ સાથે ચેડા કરી ગેરકાયદેસરની પ્રેકટીસ કરતાં બોગસ ડોક્ટરોને પકડી પાડવા મળેલ સુચના મુજબ એસ.ઓ.જી.ટીમને મળેલ ખાનગી બાતમી આધારે ગાંધીધામ વિસ્તારમાં આવેલ આજવા પાર્કીંગ મીઠીરોહર સમી વિસ્તારમાં આવેલ દુકાન નંબર ૬ માં ગેરકાયદેસર ડોક્ટરની પ્રેક્ટીસ કરતાં લાલચંદઅલી અકબરઅલી નાઓની તપાસ કરતાં મજકુર ઇસમે કોઈપણ સક્ષમ સંસ્થા ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન અંગેનુ પ્રમાણપત્રો મેળવ્યા વગર ડોકટરની પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં જણાયેલ અને તેમના કબ્જામાંથી ગે.કા.રીતે મેડીકલ પ્રેકટીસથી મેળવેલ એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી આવતાં મજકુર આરોપી વિરૂધ્ધ ધી મેડીકલ પ્રેકટીસ એકટ ૧૯૬૩ મુજબનો ગુન્હો ગાંધીધામ એ.ડીવીઝન પો.સ્ટે.દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?