ભુજ
ભુજ તાલુકાના ધાણેટી ગામે રમતા રમતા ચાઇનાક્લે હોફર મશીનમાં આવી જતા તેને બચાવવા માટે ગયેલા પિતા અને સાથી મિત્રનું મોત નિપજ્યુ હોવાની કરુણ ઘટના સામે આવી છે.આ અંગે મળતી વિગતો મુજબ ધાણેટીમાં આવેલી શ્રી હરી મિનરલ્સ કંપનીમાં ગોવિંદ ચામરીયા અને તેમનો 10 વર્ષનો પુત્ર અક્ષર ચામરીયા ગયા હતા ત્યારે રમતા રમતા અક્ષય ચાઇનાક્લે હોફર મશીનમાં આવી જતા તેને બચાવવા જતા તેના પીતા ગોવિંદ ચામરીયા ઉ.વ.45 અને તેના સાથી મિત્ર પ્રકાશ વગાણી ઉવ.32નું કરુણ મોત નિપજ્યુ હતું.હતભાગીપિતાપુત્ર રાપર તાલુકાના કલ્યાણપર ગામના વતની છે.પદ્ધર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …