સટ્ટા રમવા ભાડે બેન્ક એકાઉન્ટ અને સીમ દુબઇ પહોંચાડતા શખ્સને દબોચી લેતી કચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ

ભુજ

દુબઈથી ચાલતા ક્રિકેટ સટ્ટામા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવા માટે અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ બેન્કમાં  ખાતાઓ ખોલાવી ભાડેથી આપી આર્થિક લાભ લેતો તથા ક્રિકેટ સટ્ટાની આઈ.ડી. થી ઓનલાઈન ક્રીકેટ સટ્ટાનો જુગાર રમતા ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સરહદી વિભાગ ભુજ-કચ્છ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક થી સરહદી રેન્જ ભુજ કચ્છનાઓએ સરહદી રેન્જમાં સાયબર ફોડના ગુના બનતા શોધવા અને અટકાવવા સુચના કરેલ હોય. જે સુચના અન્વયે સાયબર કાઈમ પો.સ્ટે.ના પોલીસ. ઈન્સપેકટર વાય.કે.ગોહિલ નાઓને ખાનગી બાતમી મળેલ કે એક ઈસમ નામે સાગર દયાળભાઈ લાલવાણી રહે. બીજી શેરી, શારદા સોસાયટી, રાધનપુર, પાટણવાળો રાધનપુર ખાતેથી અલગ અલગ વ્યક્તિઓના બચત તથા ચાલુ બેન્ક ખાતાઓ અલગ અલગ બેન્કમાં ખોલાવી તેઓને તેના ભાડા પેટેના રૂપિયા આપી તેમની પાસેથી બેન્ક એકાઉન્ટ ડીટેઇલ તથા બેન્ક સાથે લીંક સીમ કાર્ડ લઈ દુબઈ ખાતેથી ચલાવવામાં આવતા ક્રીકેટ સટ્ટા બજારમાં નાણાનો ગેરકાયદેસર વ્યવહાર કરવા માટે ભાડેથી આપે છે. તેમજ મજકુર ઇસમના મોબાઈલ ફોનમા વેસ્ટ ઈન્ડીઝ દેશ ખાતે હાલમાં ચાલી રહેલ વેસ્ટ ઈન્ડીઝ અને સાઉથ આફ્રીકા વચ્ચે ચાલી રહેલ સાઉથ આફીકા ટૂર ઓફ વેસ્ટ ઈન્ડીઝ 2024ની મેચની શરૂઆતથી અંત સુધી મેચના જીવંત પ્રસારણ દરમ્યાન અને મેચની પ્રગતિની સાથે જે તે ટીમની હાર-જીત ઉપર “1XBOOK” નામની એન્ડ્રોઈડ એલ્પિડેશન પર આઈ.ડી. અને પાસવર્ડ નાખી ઓનલાઈન ક્રિકેટ મેચ પર પ્રગતિની સાથે બદલાતા રહેતા દર મુજબનો સટ્ટાનો જુગાર ૨મી રહ્યો છે. જે બાતમી આધારે મજકુર ઈસમને પકડી પાડી મજકુર ઈસમના મોબાઈલ ફોનની વિગત જોતા તેણે અલગ અલગ બેન્ડના અલગ અલગ વ્યક્તિઓના બેન્ડ ખાતાઓ ખોલાવી ભાડાની રકમ વસુલી લઈ દુબઈ ખાતેથી ચાલતા ક્રિકેટ સટ્ટાના નેટવર્કમા ગેરકાયદેસર નાણાડીય વ્યવહાર કરવા મજકુર ઇસમે બેન્ક ખાતાને ચલાવવા માટેની તમામ વિગત તથા સીમ કાર્ડ પોર્ટલથી મોકલેલ હોય. જે બેન્ડ ખાતા નાણાકીય લાભ મેળવી ભાડેથી આપેલ હોય.જેમા અંદાજીત ૨૧ જેટલા બેન્ડ ખાતાઓ ખોલાવડાવી તે તમામ ખાતા ઓન લાઈન ચલાવવા માટેની વિગત મજકુર ઈસમે દુબઈ ખાતે વોટ્સ એપથી મોકલેલી અને બેન્ક ખાતામા લીંક સીમ કાર્ડ પોર્ટલથી મોકલી અપાયેલાનુ જણાયેલ. જેના પેટે મજકુર ઈસમને અંદાજીત ૫ થી ૬ લાખ રૂપિયાનો આર્થિક લાભ થયેલ. જેથી મજકુર પકડાયેલ ઈસમ તથા બીજા આરોપીઓ વિરૂધ્ધ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ.
પોલીસે સાગર દયાળભાઈ લાલવાણી ઉ.વ. ૨૭ ધંધો રહે. બીજી શેરી, શારદા સોસાયટી, રાધનપુર,પાટણને આ ગુનામાં ઝડપીને તેની પાસેથી મોબાઈલ ફોન નંગ-૦૨ ડી.રૂ.30,000/- કબ્જે કરેલ છે.આ કામગીરીમાં સાયબર પોલીસ સ્ટેશન સરહદી રેન્જ ભુજના સીનીયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલ.પી.બોડાણાના માર્ગદર્શન નીચે પોલીસ ઇન્સ્પેક્ટર વાય.કે.ગોહીલ તથા સ્ટાફના લોકોએ કામગીરી હાથ ધરી હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?