ગાંધીનગર
ગાંધીનગર કલોલ શહેર વિસ્તારમાઁથી ગેરકાયદેસર નાર્કોટીક્સ પદાર્થ મેફેડ્રોન વજન 109.240 ગ્રામ કીંમત રુપીયા 10,92,400 નો જથ્થા સાથે એક હોટલમાંથી આરોપીને ઝડપીને એસઓજી પોલીસે સપાટો બોલાવી દીધો છે.
પાટનગર ગાંધીનગરમાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તનાબુદ થાય અને યુવા વર્ગને નશાના રવાડે ચડતા અટકાવવા માટે નાર્કોટીક્સ પદાર્થ ના ગેરકાયદેસર વેપાર અને વેચાણની પ્રવૃતીપર નિયંત્રણ લાવવા માટે ગાંધીનગર પોલીસ સક્રીય છે ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે એસઓજી પોલીસે કલોલ શહેરના શુકન મોલમાં ચોથામાળે આવેલી હોટલ બી શર્મા પેલેસ રુમનં.406માં રેડ પાડીને બોરસણા ગામના ગૌરાંગ ભરતભાઇ સોલંકીને ગેરકાયદેસર નાર્કોટીક્સ પદાર્થ (મેફેડ્રોન) વજન 109.240 ગ્રામ કિંમત રુપીયા 10,92,400 મળઈ મુદામાલ કીંમત રુપીયા 11,01,150 સાથે ઝડપી પાડેલ છે.એસઓજી પોલીસ માટે આ મોટી સફળતા છે.મોટા પ્રમાણમાં ઝડપાયેલ ડ્ર્ગ્સ સાથે આરોપીની પુછપરછમાં વધુ કડીઓ ખુલવાની સંભાવના છે.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …