ગુજરાતમાં એક તરફ વરસાદની આગાહી થઈ રહી છે તો બીજી તરફ ગરમીનો પારો પણ ઉચકાઈ રહ્યો છે. ગુજરાતમાં 12 જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની શક્યતાઓ પણ સેવાઈ છે. ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીએ ફરી માથું ઉચક્યું છે. આ બંને શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચી ગયો છે.હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે શુક્રવારે ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી અને લઘુતમ તાપમાન 34.4 ડિગ્રી રહ્યું હતું. અમદાવાદ અને ગાંધીનગર 43 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ગુજરાતના સૌથી ગરમ શહેર રહ્યા હતા.હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ અંગે આગાહી કરી છે કે આજે 8 જૂન 2024, શનિવારના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વંટોળ સાથે વરસાદ પડી શકે છે. વિસ્તારની વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, અને દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓ જેમ કે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …