ભચાઉમાં વહેલી સવારે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો

by JAYENDRA UPADHYAY
0 comments

કચ્છના સરહદી વિસ્તારમાં આજે વહેલી સવારના 10:19 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. આજે પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો.સવારના 10:18 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો. વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટ લાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. આજે સવારના 10:19 કલાકે 2.8ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો કેન્દ્રબિંદુ ભચાઉથી 9 કિલોમીટર નોર્થ – ઈસ્ટમાં નોંધાયો છે.

You may also like

Leave a Comment