સુરતનાં ત્રણ દિવસ પહેલા ટેક્સટાઈલ તેમજ કોલસાનાં બિઝનેસ સાથે સંકળાયેલા એશ્વર્ય ગ્રુપ પર ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જે તપાસ ત્રીજા દિવસે પણ ચાલુ રહેવા પામી હતી. જેમાં તપાસ પૂર્ણ થયા બાદ કરોડોની કરચોરી બહાર આવવાની શક્યતાઓ છે.સુરતમાં કોલસાનાં વેપારીએ તેમજ એશ્વર્યા મિલને ત્યાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્રીજા દિવસે પણ 12 સ્થળો પર ઈન્કમટેક્ષ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. કોલસાનાં વેપારીઓ તેમજ એશ્વર્યા મિલને ત્યાંથી 250 કરોડનાં દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. હજી કંપનીઓ 20 લોકરો ખોલવાનાં બાકી છે. તપાસમાં 4 કરોડનાં દાગીનાં મલી આવ્યા હતા.ઈન્કમટેક્ષ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં ચોરી કરવા માટે ખોટા બિલો મુકવાનો પણ ખુલાસો થવા પામ્યો છે. જેમાં જમીનો, શેરબજારમાં ઈન્કમટેક્ષની ચોરીનાં પૈસાનું રોકાણનો ખુલાસો થવા પામ્યો છે. ઈન્ક્ટેક્ષની તપાસ હજુ પણ થોડો સમય લંબાઈ શકે છે. તપાસ પૂર્ણ થયા બાદ મોટી કરચોરી બહાર આવવાની શક્યતાઓ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.