કચ્છ જિલ્લાના ૦૬ વિધાનસભા મતવિસ્તારો માટે ઈવીએમ અને વીવીપેટનું સ્ટ્રોંગરૂમથી ડિસ્પેચિંગ

by JAYENDRA UPADHYAY
0 comments

કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવતીકાલે યોજાનારી લોકસભા બેઠકની ચૂંટણી માટે વિવિધ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી સુરક્ષા બંદોબસ્ત સાથે અલગ અલગ ટીમો ઈ.વી.એમ. અને વી.વી.પેટ સાથે રવાના થઈ હતી. સરકારી ઈજનેરી કોલેજ ભુજના સ્ટ્રોંગરૂમ ખાતેથી ભુજ મતવિસ્તારમાં ઈવીએમ અને વીવીપેટની ફાળવણી ચૂંટણી સ્ટાફને કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ અને વીવીપેટને મતદાન મથક સુધી લઈ જવામાં આવી રહ્યા છે. આજરોજ તમામ વિધાનસભા મતવિસ્તારના સ્ટ્રોંગરૂમમાંથી ઈવીએમ અને વીવીપેટ મતદાન મથકો સુધી પહોંચી જશે. આવતીકાલે તારીખ ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન પ્રક્રિયા ન્યાયી અને પારદર્શી રીતે યોજાઈ તે માટે તમામ પ્રયત્નો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે.

You may also like

Leave a Comment