કચ્છના પ્રવેશદ્વાર સમા સામખીયાળીમાં ગત 31ના દિવસે આયોજિત તકરીરના ધાર્મિક આયોજન દરમિયાન મુંબઈના મુફ્તી સલમાન અઝહરીએ જાહેર મંચ પરથી ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું સામે આવ્યા બાદ સામખીયાળી પોલીસે મૌલાના અઝહરી અને કાર્યક્રમની મંજૂરી મેળવનાર ગુલશને મહોમ્મદી ટ્રસ્ટના શિક્ષક ગુલામખાન મોર સામે વિવિધ કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ મામલે આજે મુખ્ય આરોપી મૌલાના અઝહરીને ભચાઉ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો છે.ભચાઉ તાલુકાના સામખીયાળી સ્થિત ગુલશને મોહમ્મદી ટ્રસ્ટના મદરેસા નજીક ગત તા.31ના તકરીરનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુફ્તી અઝહરી મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ, જે દરમિયાન તેમની ઉપર ભડકાઉ ભાષણનો આરોપ છે. જૂનાગઢના કેસમાં મૌલાનાને જામીન મળતા કચ્છ પોલીસ દ્વારા મૌલાનાનો કબજો મેળવી સામખીયાળીમાં નોંધાયેલા ગુના મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …