જિલ્લાની છેવાડે આવેલા લખપત તાલુકાના સાંભળા ગામ નજીક આજે પરોઢે માર્ગ અકસ્માતની ઘટના બની છે. મહાકાય ટ્રેલર ઉપર પવનચક્કીની તોતિંગ પાંખ લઈ જતું વાહન બેકાબુ બની જતા નજીકના તળાવમાં ખાબકી પડ્યું છે. નંબર પ્લેટ વગરના ટ્રેલરની ચાલક કેબીન માર્ગ ઉપર રહી જતા કોટડા મઢ તરફરનો માર્ગ મોટા વાહન માટે બંધ થઈ જયો છે. સદભાગ્યે ઘટના પરોઢના સમયે બનતા જાનહાની ટળી હતી અન્યથા તળાવમાં કપડાં ધોવા આવતી મહિલાઓ અકસ્માતનો ભોગ બનવાની સાંભવના લોકોએ વ્યક્ત કરી હતી.અકસ્માત અંગે સાંભળા ગામના લોકોના જણાવ્યાં મુજબ ઘટનસ્થળે આવેલા તળાવમાં મહિલાઓ કપડાં ધોવા માટે આવતી હોય છે, જો અકસ્માત સવારના અરસામાં થયો હોત તો જાનહાનિ થવાની પૂરેપૂરી સંભાવના હતી. ત્યારે ગ્રામીણ માર્ગો પરથી પુરપાટ દોડતા વાહનો સામે કડક કાર્યવાહી કરવા લોકોએ માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગ્રીન એનર્જી હેઠળ જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં વિવિધ કંપનીઓની ઉભી થયેલી અસંખ્ય પવનચક્કીઓ અને તેમાંથી પસાર થતી વિજ લાઇનના કાર્ય માટે સાધન સામગ્રીના પરિવહન વેળાએ અવારનવાર મહાકાય વાહનો અકસ્માત ગ્રસ્ત બનતા હોય છે, જેને લઈ ગ્રામીણ માર્ગો રીતસરના બાનમાં મુકાઈ જતા હોય છે. આજની ઘટનામાં પણ વાહન ઉપર નંબર પ્લેટ જોવા મળી ના હતી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …