રાજસ્થાનમાં જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના અધ્યક્ષ શ્રી સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરી નાખવામાં આવી છે ત્યારે સ્વર્ગીય સુખદેવસિંહ ગોગામેડીએ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું છતાં અધિકારીઓ દ્વારા તેમને
પ્રોટેક્શન આપવામાં આવ્યું ન હતું અને જેના કારણે તેઓ સમગ્ર ભારત દેશના તમામ સમાજ માટે કામ કરવાવાળા કરણી સેનાના નેતાની નિર્દય દ્રુષ્ટ માણસો દ્વારા હત્યા કરવામાં આવી છે ત્યારે આ હત્યારા ઉપર ફાસ્ટ ટ્રેક
કોર્ટમાં કેસ ચાલીને જલ્દીથી જલ્દી તેમને સખત સજા કરવામાં આવે તેવી માંગણી આજે કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે આજે આમ આદમી પાર્ટીના પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રમુખ સંજય બાપટ અને
મહામંત્રી બટુકપુરી ગૌસ્વામી ડોક્ટર નેહલ વૈદ સહિતના કાર્યકરોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને આ અંગે રજૂઆત કરી હતી
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …