પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ના.પો.અધિ.શ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ દારૂ તથા જુગારની બદિ નેસ્તાનાબુદ કરવા સુચના આપેલ હોઇ જે અનવ્યે મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી જે.વી.ધોળા નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ જે અનવ્યે મુંદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ.મહીપતસિંહ વજુભા વાઘેલા નાઓને ખાનગીરાહે બાતમી મળેલ કે,રવિરાજસિંહ ઉર્ફે લાલો મહીપતસિંહ રાઠોડ રહે.ગાયત્રીનગર, બારોઇ તા.મુંદરાવાળાએ ગાયત્રીનગર પાણીના ટાંકાની પાછળ આવેલ ધોબીઘાટ પાસે આવેલ બાવળોની ઝાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થી બહારથી લાવી વૈચાણ અર્થે રાખેલ છે. અને સગેવગે કરવાની પેરવીમાં છે. તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળતા તુરત જ વર્કઆઉટ કરી રેડ કરતા નીચે મુજબની પ્રોહી મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
• પકડવાનો બાકી રહેલ આરોપી રવિરાજસિંહ ઉર્ફે વાલો મહીપતસિંહ રાઠોડ રહે ગાયત્રીનગર,બારોઇ તા.મુંદશ
• મળી આવેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો નંગ-૯૬ જે કુલ્લ કિ.રૂ.૩૩,૬૦૦/- નો પ્રોહી. મુદામાલ
• કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ
આ સરાહનીય કામગીરીમાં મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી.ધોળા તથા એ.એસ.આઇ. દિનેશભાઈ મનુભાઇ ભટ્ટી તથા પો.હેડ કોન્સ, મહિપતસિંહ વજુભા વાઘેલા તથા સંજયભાઈ માનસુંગ ચૌધરી તથા દર્શનભાઈ રઘુભાઈ રાવલ તથા પો.કોન્સ. પૃથ્વીરાજ સૂરજદાન ગઢવી તથા મુકેશભાઇ જેતાભાઈ ચૌધરી તથા રોહીતગીરી મગનગીરી ગુસાઇ તથા આલાભાઇ ખીમરાજ ગઢવી તથા ડ્રા.પો.હેડ.કોન્સ. રમેશભાઇ પૂડાભાઈ ચૌધરી નાઓ જોડાયેલ હતા.