વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૩ ઉજવણી અંતર્ગત કચ્છ પૂર્વ વન વિભાગ દ્વારા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે કચ્છ જિલ્લાના વિવિધ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી અને કચ્છ યુનિવર્સિટીના પરીક્ષા નિયંત્રક અને વ્યાખ્યાતાઓ તેમજ વિદ્યાર્થીઓની હાજરીમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કર્યા બાદ વન વિભાગમાં ફરજ બજાવતા વનપાલ ઓમદેવસિંહ જાડેજાએ તેમના કાર્યક્ષેત્રનો અનુભવ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યો હતો. જાણીતા પક્ષીવિદ શ્રી નવીનભાઈ બાપટે વિદ્યાર્થીઓને વન્યપ્રાણી અને કચ્છની જૈવ વિવિધતાથી માહિતગાર કર્યા હતા. શ્રી બી. એમ. પટેલ, નાયબ વન સંરક્ષક બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝન અને શ્રી એચ. વી. મકવાણા નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓમાં વન્યપ્રાણી રક્ષણ અને સંવર્ધન પ્રત્યે જાગૃતિ કેળવવા સંદેશ પાઠવ્યો હતો.
ત્યારબાદ યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પ્રશ્ન સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધામાં તથા વન્યપ્રાણીઓની ઓળખ સાથે સમજમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો . સ્પર્ધાને અંતે નાયબ વનસંરક્ષક શ્રી યુવરાજસિંહ ઝાલા અને વ્યાખ્યાતા મૃગેશભાઇ ત્રિવેદીએ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ- પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન RFO આર.ડી.ગઢવી અને સંચાલન I/C ACF ભગીરથસિંહ ઝાલાએ કર્યું હતું.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …