ભારાસર, કોડકી, માનકુવાના આરોગ્ય કેન્દ્રોમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી હેઠળ કાર્યક્રમ યોજાયા

કચ્છમાં ભારાસર સબ સેન્ટર તથા કોડકી પીએચસી તથા માનકુવા સબ સેન્ટર-૧માં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.આર.ફૂલમાલીના માર્ગદર્શન હેઠળ ટી.એચ.ઓ.શ્રી ભુજ દ્વારા મમતા દિવસે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી હેઠળ મહિલાઓમાં જાગૃતિ ફેલાવવાની કામગીરી કરવામાં આવી હતી. દેશલપર વી.પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભારાસર સબ સેન્ટરમાં, કોડકી પીએચસી, માનકુવા સબ સેન્ટર-૧માં લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને રસીકરણ, માતા મરણ, બાળ મરણ, કુપોષણ, એનિમીયા, ફેમિલી પ્લાનિંગ સાથે dieo વિનોદભાઈ ઠક્કરએ ધાત્રી માતા, સગર્ભા બહેનોને સ્તનપાનના ફાયદા અંગે વિગતવાર માહિતી આપી હતી. DSBCC ઈસ્માઈલ સમાએ પ્રસુતિ બાદ પ્રથમ છ મહિના સુધી માત્ર માતાનું ધાવણ આપવું તેમજ જન્મ પછી બાળકને પહેલા કલાકમાં તરત જ માતાનું ધાવણ આપવા અંગે સમજણ આપી હતી. તેમજ વર્તન પરિવર્તન અંગે ચર્ચા કરી હતી. નજીકની EDD ધરાવતી સગર્ભા બહેનોની મુલાકાત લીધી હતી, જોખમી માતાની વિશેસ કાળજી લેવા જણાવ્યું હતું.
માનુકવા કુમાર શાળા નં.૧ માં ધોરણ ૫ થી ૮ ના વિધાર્થીઓને મેલેરિયા અને ડેન્ગ્યુ અંગે માહિતી આપવામાં આવી હતી. SA બી .કે.ચોધરી, કોડકી phc ના આયુસ મેડીકલ ઓફીસર ડો.ઉપાસના ગોર, સબ સેન્ટર માનકુવા-૧ના CHO ભૂમિબેન ગોર, Fhw વર્ષાબેન, Mphw ઘનશ્યામભાઈ, આંગણવાડી સુપરવાઈઝર, વર્કર, આશાબહેનો તેમજ ભારાસર સબસેન્ટરના CHO સ્ટેફી જાદવ, Fhw સુનીતાબેન દામા, આશા બહેનો, આંગણવાડી વર્કર બહેનો હાજર રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?