ભુજ શહેરમાં બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ બાદ આજે સવારથી જ વાતાવરણ ખુલ્લુ થતા લોકોની રોજીંદી ચહલ પહલ જોવા મળી હતી જો કે લાઇટ વીના કામ અટકી જાય ત્યારે સ્વાભાવીક રીતે જ લોકો લાઇટની પુછા કરતા નજરે પડ્યા હતા.આ અંગે પીજીવીસીએલ ના અધિક્ષક ઇજનેરશ્રી ગુરવાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવીને ફીડર વાઇઝ ફોલ્ટ દુર કરીને વિજપુરવઠો તાત્કાલીક શરુ થાય તે માટે કામગીરી શરુ કરી દેવાઇ છે.અને જેમ ફોલ્ટ ક્લીયર થતા જશે તેમ વિજપુરવઠો શરુ કરવામાં આવશે.આજે બપોરથી જ ભુજના કેટલાક વિસ્તારોમાં વિજપુરવઠો પુર્વવત થયો હતો ત્યારે બાકીના વિસ્તારોમાં ધીરે ધીરે કામગીરી આગળ વધે તેમ વિજપુરવઠો શરુ કરવામાં આવતો હતો.દરમ્યાન માહીતી ખાતાની યાદીમાં જણાવ્યા મુજબ બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છ જીલ્લામાં અસરગ્રસ્ત તાલુકાઓમાં સેવાઓને પુર્વવત કરવા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રીસ્ટોરેશન કામગીરી કરવામાં આવી રહી છે.ભુજ ખાતે રાજ્યના આરોગ્યમંત્રી શ્રી ઋષીકેશ પટેલ તથા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ વિજ રીસ્ટોરેશન કામગીરીની સમિક્ષા કરી હતી.કચ્છના મુખ્યમથક ભુજ ખાતે તેમણે કોમર્સ કોલેજ તથા ખારીનદી રોડ પર પીજવીસીએલના કર્મયોગીઓ દ્વારા ચાલતી કામગીરીની સમીક્ષા કરી જરુરી સુચનાઓ આપી હતી.તેમજ સંબંધીત અધીકારીઓને તત્કાલ રહેણાંક વિસ્તારમાં પ્રાથમિક્તાના ધોરણે વિજપુરવઠો સ્થાપીત કરવા જણાવ્યુ હતું.સાંસદશ્રી ચાવડા, ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ,પ્રભારી સચીવ હર્ષદ પટેલ, પીજીવીસીએલના એમડી પ્રિતિ શર્મા તથા સંબંધીત અધીકારીઓ જોડાયા હતા.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …