કચ્છમાં વાવાઝોડાની ભારે અસર થઈ છે. ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા છે અને સવારથી વરસતા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વૃક્ષો ધરાશાયી થવાને કારણે ઘણાં રસ્તાઓ બંધ થયા છે જયાં શક્ય હોય ત્યાં એનડીઆરએફની ટીમ અને તંત્ર દ્વારા વૃક્ષોને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે કચ્છ કલેકટરે જાહેરનામું બહાર પાડી એસટી બસોને વધુ એક દિવસ માટે સ્થગિત કરી છે. કલેકટરના જાહેરનામાં મુજબ કચ્છ જીલ્લાના સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ અને ચક્રવાતથી જાનમાલને નુકશાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલા રુપે તા. 16મીના રોજ રાત્રી ના 12 વાગ્યા સુધી કચ્છ જીલ્લાના લખપત, નખત્રાણા, માંડવી , અબડાસા તાલુકામાં રાહત બચાવ સાથે સંકળાયેલી બસો સિવાયની તમામ એસટી બસોનું આંતરીક પરીવહન બંધ રાખવાનો આદેશ અપાયો છે. જેને કારણે આજે રાત્રે 12 વાગ્યા સુધી કચ્છમાં તમામ બસોનું સંચાલન બંધ રહેશે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …