નલીયા-જખૌમાં ભારે પવન સાથે વરસાદ શરુ
ભુજ
બીપરજોય વાવાઝોડાને પગલે કચ્છ જિલ્લામાં તેની ગઈકાલ રાત્રેથી જ અસરો દેખાવાની શરૂ થઈ ગઈ છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો નલિયા જખ્ખૌ વિસ્તારના પ્રતિનિધિ હિરેનભાઈ ગૌસ્વામીના જણાવ્યા મુજબ સવારથી જ ભારે પવન અને વરસાદ શરૂ થયો છે .આ વિસ્તારમા મોટીસંખ્યામાં વૃક્ષો અને વિજપોલ ધરાશાઇ થયા છે.ગઇકાલ કરતા આજે પવનની તિવ્રતા ખુબ જ વધુ હોવાનુ તેમણે જણાવ્યુ હતુ.બીજીતરફ ગાંધીધામ ખાતે પણ ભારે વરસાદ અને પવન ફુંકાવાનુ શરુ થયુ હોવાનુ ડો.ભાવેશ આચાર્યએ જણાવ્યુ હતુ.બીજી તરફ માંડવી વિસ્તારમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભારે પવન અને વરસાદને કારણે ઠેર ઠેર વીજ થાંભલાવ ધરાશાહી થયા છે અને વૃક્ષો પડી ગયા છે લાઈટો છેલ્લા 24 કલાકથી નથી જેને પૂર્વવત થતા સમય લાગે તેમ છે કાલે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે ભુજ શહેરની વાત કરીએ તો ભુજમાં ગઈકાલ રાત્રેથી સવાર 08:00 વાગ્યા સુધી ભારે પવન ફુંકાઈ રહ્યો છે જોકે વરસાદની સંભાવના વચ્ચે છુટા છવાયા ઝાપટા વરસી રહ્યા છે શહેરમાં ઠેર ઠેર વૃક્ષો પડી ગયા છે અને લાઈટના થાંભલા પણ માર્ગ પર પડી ગયેલા નજરે પડે છે તમામ કંટ્રોલ રૂમ ઉપર એલર્ટ છે અને તેઓ પરિસ્થિતિ ની સમીક્ષા નિયમિત કરી રહ્યા છે એક અંદાજ મુજબ ભારે પવન બંધ થાય અને વરસાદ બંધ થાય ત્યારબાદ જ સર્વેની કામગીરી થઈ શકે અને વીજ પુનઃસ્થાપન અને અવરોધાયેલા માર્ગ ખોલવાની કામગીરી થઈ શકે.
દરમ્યાન હજુ આગામી 24 કલાક સુધી ભારે વરસાદ અને ભારે પવન ફુંકાવાની આગાહી કરવામા આવેલ છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …