કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર બીપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિને અનુલક્ષીને કચ્છ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારો ની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અને અસરગ્રસ્તો ની સમસ્યાઓ જાણવા માટે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજ્યસભા સાંસદશ્રી, અને પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શક્તિસિંહજી ગોહિલ અને ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા અમિતભાઈ ચાવડા કચ્છ જિલ્લાની કુદરતી આફતમાં પરિસ્થિતિનો તાગ મેળવવા માટે 16/6/ 2023 શુક્રવારના સવારે 10:30 કલાકે કચ્છ જિલ્લા કોંગ્રેસ ભવન ભુજ મધ્યે ઉપસ્થિત રહેશે, સૌ સિનિયર આગેવાનો હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે સિનિયર આગેવાનો હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી શક્તિસિંહ ગોહીલ અગાઉ અબડાસા વિસ્તારના ધારાસભ્ય તરીકે રહી ચુક્યા છે અને કચ્છની જનતાની તેમાં પણ અબડાસાની જનતાની તેમના પર લાગણી છે ત્યારે આ મુશ્કેલ પરિસ્થિતિમાં નવનિયુક્ત કોંગ્રેસ સૌ પહેલા બિપોરજોય વાવાઝોડાની સમિક્ષા માટે કચ્છ આવી રહ્યા છે.તેમણે કોંગી કાર્યકરોને આ કુદરતી આપતીમાં લોકોને ઉપયોગી થવા જણાવ્યુ હતું.