Breaking News

વાવાઝોડાના પગલે ગાંધીધામ,ભચાઉ અને અંજાર તાલુકાના કાંઠા વિસ્તારના ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવા તંત્ર દ્વારા કામગીરી શરૂ

  • એક હજાર જેટલા લોકોને બસ દ્વારા મૂળ વતન મોકલવામાં આવ્યા જયારે અંદાજે પાંચ હજાર લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવશે
  • છેલ્લા બે દિવસથી તંત્ર દ્વારા સમજાવટ તથા માઇકથી એનાઉન્સમેન્ટના કારણે અંદાજે બે હજાર લોકો સ્વેચ્છાએ વતન ચાલ્યા ગયા
  • શેલ્ટર હોમમાં લોકોની જીવન જરૂરીયાતની તમામ ચીજોની વ્યવસ્થા : ખાસ આરોગ્ય અધિકારશ્રીની નિમણૂક કરાઇ : નાના બાળકો માટે મિલ્ક પાઉડર સહિતની વ્યવસ્થા કરાઇ

 

બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. લોકોના જાન-માલની સલામતી માટે તંત્રના અધિકારીઓ ખડેપગે કામગીરી કરી રહ્યા છે. ખાસ કરીને દરીયાના કાંઠા વિસ્તારના ગામોમાં જાન-માલની ખુંવારી ન થાય તે લોકોને સલામત સ્થળે ખસી જવા માટે પોલીસતંત્ર તથા વહીવટીતંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી લોકોને સતત સમજૂતી સાથે માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યી છે. જેના પગલે અનેક લોકો સ્વચ્છાએ પોતાના મૂળ વતન પહોંચ્યા છે જયારે બાકીના લોકોને તંત્ર દ્વારા શેલ્ટરહોમમાં ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજરોજ અંજાર,ભચાઉ અને ગાંધીધામ તાલુકાના કાંઠા વિસ્તારના લોકોને બસ મારફતે મૂળ વતન મોકલવાની તથા અન્યોને શેલ્ટરહોમ ખસેડવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી.
આ અંગે ગાંધીધામ મામલતદારશ્રીએ ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ખારી રોહર, મીઠી રોહર, નાની ચીરઇ, તૂણા, વંડી, ભારાપર, કીડાણા, કંડલાપોર્ટ વિસ્તારમાં રહેતા માછીમારો,અગરીયા સહિતના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં જે લોકોના પોતાના પાકા મકાન છે તેવા લોકોને બસ દ્વારા મૂળ વતન મોકલવામાં આવી રહ્યા છે. અંદાજીત ૧૦૦૦ લોકોને બસ દ્વારા મૂળ નિવાસ્થાને મોકલવામાં આવશે. જયારે અંદાજે ૨૦૦૦ લોકો સમજાવટ તથા માઇક દ્વારા કરાયેલા એનાઉન્સમેન્ટ થકી સ્વેચ્છાએ જ પોતાના વતન ચાલ્યા ગયા છે. જયારે બાકીના આશરે પાંચ હજાર લોકોને સરકાર દ્વારા શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી શરૂ કરાઇ છે.

સામાજિક સંસ્થાઓને સાથે રાખીને શેલ્ટર હોમમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ કરીને આરોગ્ય અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત નાના બાળકો માટે મિલ્ક પાઉડર તથા અન્ય જરૂરી સામગ્રીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
વાવાઝોડાના પગલે જાન-માલનું કોઇપણ પ્રકારનું નુકશાન ન થાય તે માટે તંત્ર દ્વારા સતત કામગીરી કરાઇ રહી છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજની ચાણક્ય સ્કુલનું આ વર્ષે પણ દળદાર 100 ટકા પરીણામ

છેલ્લા કેટલાય વર્ષોથી બોર્ડના પરીણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતી ભુજની ચાણક્ય સ્કુલે આ વર્ષે પણ દળદાર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »