Breaking News

આઇ ખેડૂત પોર્ટલ ઉપર પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદી સહાય માટે અરજી કરી શકાશે

આઇ ખેડૂત પોર્ટલ ઉપર પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી ૧૫ મે, ૨૦૨૩થી કરી શકાશે. ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.
આ પોર્ટલ મારફત સને ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની પાણીના ટાંકા બનાવવા સહાય અને સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ વર્ષ ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડૂત પોર્ટલ તારીખ ૧૫/૦૫/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકેથી ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલો છે. જે ધ્યાને લઇ રાજ્યના તમામ ખેડૂતોને આ ઘટકોમાં સહાય મેળવવા માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજૂરી બાદ અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. વધુમાં અન્ય ખેતીવાડીની સહાયકારી યોજનાઓના ઘટકો માટે સમયાંતરે સરકારશ્રીમાંથી વહીવટી મંજૂરી પ્રાપ્ત થયા બાદ આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે પોર્ટલ ખોલવામાં આવશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ગરમીની ઋતુમાં ફળોના ભાવમાં થયો વધારો

ગરમીની સીઝનમાં શાકભાજી અને ફળોની આવક વધુ થતી હોય છે. હમણાં કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમીની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »