ફરી ભુજ પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડધામ

by minaj
0 comments

ભુજમાં ફરી એકવાર પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઈમેઈલ મારફતે મળેલી ધમકી બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સુરક્ષાના ભાગરૂપે તપાસ હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ ભુજ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેઈલ મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે પાસપોર્ટ ઓફિસ તેમજ નજીક આવેલી પોસ્ટ ઓફિસને ખાલી કરાવી દેવામાં આવી હતી.

અધિકારીઓ દ્વારા ઓફિસ પરિસર અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી જેથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે પરિસ્થિતિ હોય તો તેનો તાત્કાલિક પત્તો લાગી શકે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભુજ પોસ્ટ ઓફિસ અને ભુજ કોર્ટને આવી ધમકી મળી ચૂકી છે. ઉપરાંત ગુજરાતના અન્ય સ્થળોએ પણ પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ અને યુનિવર્સિટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઈલ મળવાના બનાવો સામે આવી રહ્યા છે. જેના કારણે રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.

પોલીસ દ્વારા ધમકીભર્યા ઈમેઈલ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને ઈમેઈલ ક્યાંથી મોકલાયો છે તેની માહિતી મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

You may also like

Leave a Comment