બાંગ્લાદેશમાં 18 મહિના બાદ નવી સરકારની રચના, તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા…

by minaj
0 comments

 બાંગ્લાદેશમાં 18  મહિના બાદ નવી સરકારની રચના થઇ છે. જેમાં તારિક રહેમાને  વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. બાંગ્લાદેશમાં વર્ષ 2014 માં શેખ હસીનાની સરકારના પતન બાદ  વ્યાપક હિંસા ફેલાઈ હતી. તેમજ  મુહમ્મદ યુનુસે બાંગ્લાદેશના   વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર  તરીકે  સેવા આપી હતી.સોમવારે  બાંગ્લાદેશના વચગાળાની સરકારના  મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને નવી ચૂંટાયેલી સરકારને સત્તા સોંપી હતી. સોમવારે પદ છોડતી વખતે  યુનુસે  કહ્યું આજે રાજીનામું આપી રહ્યો છે.  કારણ કે દેશમાં  લોકશાહી, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોની જે પ્રક્રિયા શરૂ થઈ છે તેને ના રોકવી જોઇએબાંગ્લાદેશમાં તાજેતરની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP) અને તેના નેતા તારિક રહેમાને જંગી વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ (BNP)એ 297 માંથી 209 બેઠકો જીતીને દેશમાં તેની સરકાર બનાવવાનો માર્ગ મોકળો કર્યો હતો. આ દરમિયાન  જમાત-એ-ઇસ્લામીએ 13મી સંસદીય ચૂંટણીમાં 68 બેઠકો જીતી હતી.  જ્યારે પૂર્વ  વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગને ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવામાં આવી હતી.તારિક રહેમાનનો જન્મ 20 નવેમ્બર 1965 ના રોજ ઢાકામાં થયો હતો. તારિક રહેમાન ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનના પુત્ર છે. તેઓ 36 વર્ષમાં દેશના પ્રથમ પુરુષ વડા પ્રધાન બન્યા છે. તેમણે 17 વર્ષ  દેશ નિકાલ, જેલ, ત્રાસ અને રાજકીય ષડયંત્ર સહન કર્યું છે. આ સમયગાળા દરમિયાન તેમને કરોડરજ્જુની ગંભીર સમસ્યાઓ પણ થઈ છે.તારિક રહેમાન વર્ષ 1990 થી રાજકારણમાં સક્રિય છે અને 1991 માં તેમની માતા ખાલિદાને વડાપ્રધાન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. શેખ હસીનાના શાસન દરમિયાન તારિકને એક કેસમાં મૃત્યુદંડની સજા પણ ફટકારવામાં આવી હતી. જો કે, આ સમય દરમિયાન  તેઓ દેશનિકાલમાં હતા અને બાંગ્લાદેશ પાછા ફર્યા ન હતા.તેમજ વર્ષ 2024માં જ્યારે શેખ હસીના વિરુદ્ધ વિદ્યાર્થી આંદોલન ફાટી નીકળ્યું  ત્યારે તારિક રહેમાનની સ્વદેશ પાછા ફરવાની યાત્રા શરૂ થઈ હતી. તેમજ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર  મોહમ્મદ યુનુસના કાર્યકાળ દરમિયાન તારિક સામેના કેસ રદ કરવામાં આવ્યા હતા. આનાથી તેમને ઘણી રાહત મળી. તેમણે ડિસેમ્બર 2025 માં લંડનથી બાંગ્લાદેશ પાછા ફરવાની જાહેરાત કરી. જ્યારે તેઓ ઢાકા પરત ફર્યા  તેની બાદ  તેમની માતા ખાલિદા ઝિયાનું અવસાન થયું હતું. તારિક રહેમાન ત્યારબાદ ચૂંટણી મેદાનમાં ઉતર્યા અને ઢાકા-17 અને બોગરા-6  પરથી ચૂંટણી લડી હતી. તેમણે આ  બંને બેઠકો પર વિજય મેળવ્યો હતો.

You may also like

Leave a Comment