AIમાં ગુજરાતની સ્થિતિ વધુ મજબૂત બનશે, બજેટમાં થઈ મોટી જાહેરાત

by minaj
0 comments

થોડા દિવસ પહેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટસિટીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો હતો. AI ઈનોવેશન ચેલેન્જની શરૂઆત કરાવતા તેમણે કહ્યું હતું કે, રાજ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ થિન્ક ટેન્ક તરીકે ઉભરી આવશે.કેન્દ્રીય બજેટમાં પણ AI, બિગ ટેક અને સેમીકન્ડકટર જેવા ન્યૂ એજ સેક્ટર પર ફોક્સ કરવામાં આવ્યું છે. સ્કિલ ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા ભવિષ્યની નોકરીની તૈયારી કરવામાં આવી રહી છે. જેનો હેતુ ભારતને ટેકનોલોજી ઈનોવેશન અને હાઈ સ્કિલ મેન્યુફેક્ચરિંગનું ગ્લોબલ હબ બનાવવાનો છે. AIની વધતી માંગને લઈ અનેક કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે અને બજેટની જાહેરાત બાદ હજુ કેટલીક કંપનીઓ અહીં આવશે.રાજ્યમાં ઘણા પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકો હજુ પણ AI શું છે તે અંગે ગૂંચવણમાં છે, જેને લઈ લારાકોન ઈન્ડિયાના વિશાલ રાજપુરોહિતે કહ્યું, ડેવલપર્સ, બિઝનેસ લીડર્સ અને વિદ્યાર્થીઓ AI અવરોધ નહીં પરંતુ તક છે તેમ સમજવું જોઈએ. તેમણે કહ્યું, AIના યુગમાં દર વર્ષે હજારો એન્જિનિયરો તકો ગુમાવે છે. હાલ કંપનીઓ વધતી જતી ઓટોમેશન તરફ આગળ વધી રહી છે, પરંતુ AIને ખતરા તરીકે નહીં એક સક્ષમ સાધન તરીકે જોવું જોઈએ.ગુજરાત વૈશ્વિક ટેક હબ તરીકે ઉભરશે તેમાં AIનો મહત્ત્વનો રોલ રહેશે. AIથી ગુજરાત વૈશ્વિક મંચ પર પણ ચમકશે. બજેટમાં આર્ટિફિશિયલ AI ને ભવિષ્યના અર્થતંત્રના આધારસ્તંભ તરીકે વર્ણવવામાં આવ્યું છે. સરકારે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, વહીવટ અને ઉદ્યોગોમાં AI આધારિત ઉકેલોને પ્રોત્સાહન આપવા માટે રિસર્ચ અને ડેવલપમેન્ટ ) ફંડિંગ વધારવાની જાહેરાત કરી છે.બજેટ મુજબ યુનિવર્સિટીઓ અને ટેકનિકલ સંસ્થાઓમાં AI સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવામાં આવશે, જ્યાં ઉદ્યોગો અને શૈક્ષણિક જગત સાથે મળીને નવી ટેકનોલોજી પર કામ કરશે. સરકારનું માનવું છે કે AI માત્ર ટેક સેક્ટર પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ ખેતીથી લઈને હેલ્થકેર અને ટ્રાન્સપોર્ટથી લઈને શાસન વ્યવસ્થા સુધીના દરેક ક્ષેત્રમાં પરિવર્તન લાવશે. યુવાનોને મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, સાયબર સિક્યુરિટી અને ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવી સ્કીલ્સથી સજ્જ કરવા એ સરકારની પ્રાથમિકતા છે.

You may also like

Leave a Comment