ઘી કાંટામાં નવતાડની પોળમાં મકાન ધરાશાયી થતા મહિલાનું મોત

by mahi
0 comments

અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં નવતાડ પોળમાં જર્જરિત મકાન ધરાશાયી થતા 3 લોકો ડટાયા હતા જેમાંથી એક મહિલાનું મોત થયું છે. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દડી આવ્યો હતો અને રેસક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં નવતાડ પોળમાં ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હતું. આ દરમિયાન એક જર્જરિત મકાન ધરાશાયી થતા ત્રણ લોકો ડટાયા હતા. મકાન ધરાશાયી થતા જ બે મજૂર ભાગી ગયા હતા જ્યારે એક મહિલા અને બે મજૂર ડટાયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરવામાં આવી હતી. ફાયરની ટીમ અને પોલીસે તે બાદ રેસક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.મકાન ધરાશાયી થવાની ઘટના પર પ્રત્યક્ષદર્શી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ગટર લાઇનનું કામ ચાલતું હતું અને ચાર મજૂર કામ કરતા હતા. અચાનક મકાન ધરાશાયી થયું તો બે મજૂર ભાગી ગયા હતા જ્યારે એક મજૂર ઘરની અંડર ડટાઇ ગયો હતો. આ ઘટના દરમિયાન એક મહિલા મકાનની અંદર હતા તે પણ ડટાઇ ગયા હતા.દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને જણાવ્યું હતું કે સીટી વિસ્તારમાં લગભગ 100 જેટલા મકાન જર્જરીત હાલતમાં છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ છે. નવતાડની પોળની અંદર ગટર લાઇનનું કામ ચાલતું હતું અને મકાન જર્જરીત હોવાના કારણે મકાન ધરાશાયી થયું હતું અને બે લોકો ડટાઇ ગયા હતા.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યાકુમાર ભટ્ટે જણાવ્યુ કે, અમદાવાદમાં આજે દુ:ખદ ઘટના બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ડ્રેનેજનું કામ ચાલતું હતું ત્યારે મકાન ધરાશાયી થયું અને બે લોકોનું રેસક્યૂ કરવામાં આવ્યું છે. આ મકાન 50 વર્ષ જૂનું હતું. બે લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એક મહિલાનું મોત થયું છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરની ઓલ્ડ સિટીમાં લગભગ 500 જર્જરીત મકાન છે.

You may also like

Leave a Comment