ગુજરાત સરકારના મંત્રીમંડળનું રિસફલીંગ કરાયા બાદ તમામ મંત્રીઓને જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 9 મંત્રીઓને બબ્બે જિલ્લાની, 10 મંત્રીઓને એકેક જિલ્લાની અને 6 મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.રાજ્યસરકારના મંત્રી કાંતીલાલ અમૃતીયાને કચ્છના પ્રભારી બનાવવામાં આવ્યા છે તો રાજ્યકક્ષાના મંત્રી કચ્છના ત્રિકમભાઇ છાંગાને મોરબી રાજકોટના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે.ખાસ કરીને હર્ષ સંઘવીને ગાંધીનગર-વડોદરા તો અર્જુનભાઇ મોઢવાડીયાને જામનગર જિલ્લાનો હવાલો આપવામાં આવ્યો છે.આ ઉપરાંત રીવાબાને બોટાદની જવાબદારી સોંપવામાં આવેલ છે.
116
previous post

