ગુજરાત ટ્રાફિક પોલીસની નવી ડ્રાઇવ
ડાર્ક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે કડક કાર્યવાહી
અમદાવાદ, તા. ૪:
ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે હવે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજ્યભરમાં નंबर પ્લેટ વગરના વાહનો અને ડાર્ક ફિલ્મ લગાવેલી ગાડીઓ સામે ટ્રાફિક પોલીસે ૩ થી ૧૭ સપ્ટેમ્બર સુધી વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે.
પહેલાજ દિવસે મોટાપાયે કાર્યવાહી
અમદાવાદ ટ્રાફિક પોલીસે પહેલાજ દિવસે નंबर પ્લેટ વગરના ૩૦૦થી વધુ વાહનો પકડીને ૧.૨૦ લાખથી વધુનો દંડ વસૂલ્યો, તેમજ ૨૩ વાહનો ડિટેઇન કર્યા.
ડાર્ક ફિલ્મ લગાવેલી ગાડીઓ સામે ૧૫૦થી વધુ કેસ નોંધાઈ ૭૨,૦૦૦થી વધુનો દંડ વસૂલાયો અને ૭ ગાડીઓ જપ્ત કરવામાં આવી.
જૂના આંકડા ચોંકાવનારા
છેલ્લા દોઢ વર્ષમાં માત્ર અમદાવાદમાં જ ડાર્ક ફિલ્મના ૩૦,૦૦૦થી વધુ કેસ નોંધાઈ ૧.૬૮ કરોડથી વધુનો દંડ વસૂલાયો.
નंबर પ્લેટ વગરના ૩૮,૦૦૦થી વધુ કેસમાં ૧.૪૧ કરોડથી વધુનો દંડ ફટકારાયો.
આ આંકડા દર્શાવે છે કે વાહનચાલકોમાં નિયમોનું ઉલ્લંઘન સામાન્ય બની ગયું છે.
વિસ્તારો પ્રમાણે કામગીરી
બી ડિવિઝન (નવરંગપુરા, નારણપુરા, યુનિવર્સિટી)માં માત્ર ૩ કેસ નોંધાયા.
એચ ડિવિઝન (બાપુનગર, ગોમતીપુર, રખિયાલ)માં ૬ કેસ,
જે ડિવિઝન (ઇસનપુર, મણિનગર, વટવા)માં ૮ કેસ,
જ્યારે જી, કે, એન અને એસજી-૨ ડિવિઝનમાં સૌથી વધુ કેસ નોંધાયા.
પોલીસનો હેતુ
ટ્રાફિક પોલીસે જણાવ્યું કે ડાર્ક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો માત્ર નિયમોનું ઉલ્લંઘન જ નથી પરંતુ રોડ સેફ્ટી માટે જોખમી પણ છે. આ ડ્રાઇવનો હેતુ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવાનો છે.
પોલીસે અપીલ કરી છે કે લોકો પોતાના વાહનોને નિયમો મુજબ રાખે જેથી કાર્યવાહીથી બચી શકે અને સલામત ટ્રાફિક વ્યવસ્થા ઉભી કરી શકાય.

