તહેવાર પહેલાં જ મોંઘવારીનો ઝટકો – સીંગતેલના ભાવમાં વધારો

by admin
0 comments

તહેવાર પહેલાં જ મોંઘવારીનો ઝટકો – સીંગતેલના ભાવમાં વધારો

દેશભરમાં તહેવારોની સીઝન ચાલી રહી છે, ત્યારે મધ્યમ વર્ગના લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગૃહિણીઓના રસોડાનું બજેટ બગાડે તેવો નિર્ણય લેવાયો છે. સીંગતેલના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

➡️ મળતી માહિતી મુજબ, સીંગતેલના 15 કિલોના ડબ્બામાં 30 રૂપિયાનો વધારો નોંધાયો છે. હવે આ ડબ્બાનો ભાવ ₹2390 સુધી પહોંચી ગયો છે.

📌 મધ્યમ વર્ગની ચિંતા વધારી
ગયા દિવસો સુધી ગૃહિણીઓને 15 કિલોનો ડબ્બો ખરીદવા ₹2360 ચૂકવવા પડતા હતા, પરંતુ તાજેતરના વધારા પછી તેમને હવે ₹2390 ખર્ચવા પડશે.

📌 ઉત્પાદન છતાં ભાવવધારો
નોંધનીય છે કે, રાજ્યમાં આ વર્ષે 66 લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાના અહેવાલો સામે આવ્યા હતા. વ્યાપક ઉત્પાદનને કારણે સિંગતેલના ભાવમાં રાહત મળશે તેવી આશા હતી. પરંતુ તહેવાર પહેલાં જ કરવામાં આવેલો આ વધારો મધ્યમ વર્ગ માટે ચોંકાવનારો સાબિત થયો છે.

➡️ તહેવારોમાં વધતી મોંઘવારી વચ્ચે આ ભાવવધારો ગૃહિણીઓના રસોડાનું બજેટ વધુ ખોરવી શકે છે.

You may also like

Leave a Comment