રાપરના અયોધ્યાપૂરી વિસ્તારમાં ચડ્ડી ગેંગનો આતંક ,ચાર જેટલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ ત્રણ મકાનોના તાળાં તોડયા

by sunil
0 comments

ગેંગનો આતંક જોવા મળ્યો છે. ચાર જેટલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમણે એક જ રાતમાં ત્રણ મકાનોના તાળાં તોડયા હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે બે થી ત્રણ ના ગાળામાં બનેલી આ ઘટનાથી સ્થાનિકો લોકો માં ભયનો માહોલ ફેલાયો છે. ચોર ટોળકીએ આ વિસ્તારમાં ચોરી કરી છે કે કેમ તે જોકે કેટલા રૂપિયા કે કઈ કિંમતી વસ્તુઓની ચોરી થઈ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે અને ફરિયાદ નોંધાયા બાદ જ ચોરીનો ચોક્કસ આંકડો સામે આવશે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પરપ્રાંતીય શખ્સો નાસતા ની લારી તથા ભંગાર વાળા તથા ફર્નિચર વેચાણ લાદી ઇલેક્ટ્રીક રિપેરિંગ તથા કડીયા કામ કરી દિવસ મા વિસ્તારની રેકી કરી ચોરી ને અંજામ આપી રહ્યા છે રાપર ફતેહગઢ સલારી તથા વાડી વિસ્તારમાં અવારનવાર ચોરી ના બનાવો બન્યા છે સ્થાનિક પોલીસ બારાતુ શખ્સો ની સામે તપાસ કરી આઇડી પ્રૂફ રાખી બારાતુ શખ્સો સામે પગલાં લેવાની માગણી ઉઠી છે

 

You may also like

Leave a Comment