દેશમાં ઉતરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારો પ્રથમ રાજ્ય બન્યું છે. હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે અગાઉ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી. યુસીસી અંગેની જાહેરાત બાદ રાજ્ય સરકારે પાંચ લોકોની એક કમિટીનું ગઠન પણ કર્યું હતું. આ પાંચ લોકોની કમિટીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ, પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર, સામાજિક કાર્યકર ગીતાબેન, એડવોકેટ આરસી કોડેકર અને નિવૃત્ત IAS સી એલ મિણાં એમ પાંચ લોકોની કમિટી સમાવેશ કર્યો હતો. આ પાંચ લોકોની કમિટીના ગઠન બાદ UCC કાયદા અનુવ્યે વિવિધ સૂચનો લેવામાં આવ્યા હતા.
24

